Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

૧૦૮ ઈમરજન્સી,તેમજ આરોગ્ય સંજીવની, ખિલખિલાટ :181 મહિલા હેલ્પ લાઈન અને 1962 પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જીવીકે એમ આર આઈ ૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ તેના અન્ય પ્રોજેક્ટના કર્મચારીઓ છેલ્લા મહિનાથી કોરોના રૂપી મહામારી સામે લડી રહ્યા છે અને લોકોનો જીવ બચાવવા માટે કટિબદ્ધ બન્યા છે મહામારી સામે લોકોના જીવ બચાવવાની સાથે સાથે તારીખ 5 જૂને રાજપીપળા જી વી કે ઈએમઆર આઈ 108 કોવિડ-19 ની ટીમ તેમજ 1962, આરોગ્ય સંજીવની, 181 મહિલા હેલ્પ લાઈન અને ખીલખીલાટ ની ટીમ દ્વારા સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

 

 હાલમાં કોરોના વાયરસ માટે કાર્યરત આયુર્વેદિક કોલેજ ખાતે અલગ અલગ જગ્યા વૃક્ષારોપણ કરી પ્રકૃતિ ને પણ નવું જીવન આપવાનો સંકલ્પ કર્યો હતો કાર્યક્રમ માં ૧૦૮ સેવાના જિલ્લાના અધિકારી મોહમ્મદ હનીફ બલુચી અને યસ નાયક તેમજ Covid-19 માટે કાર્યરત 108 ના કર્મીઓ અને જી વી કે ઈએમઆર આઈ ના બધાજ કર્મીઓ ભાગ લીધો હતો.

(9:42 pm IST)