Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

તારો પતિ પોલીસમાં છે તો મને બીક નથી, હાથ-પગ તોડી નાખીશ : કોન્ટ્રાકટર કમલેશ ગુપ્તાએ રેલવે પીઆઇની પત્નીને ધમકી દીધી

ડિલિવરી બોયને રોડ પર સુવડાવી માર માર્યો : વિરોધ કરતા ધમકીભરી ભાષામાં વાત કરી : આરોપી વિરુદ્ધ 12 જેટલા ગુન્હા નોંધાઈ ચુક્યા છે

 

અમદાવાદ: રેલ્વેના કોન્ટ્રાક્ટર કમલેશ ગુપ્તાએ રેલ્વે પીઆઈની પત્નીને ધમકી આપી હતી કેતારો પતિ પોલીસમાં છે તો મને બીક નથી, હાથ પગ તોડી નાંખીશમહિલાને જાહેરમાં ધમકી આપતા   શખ્સે ડી માર્ટમાંથી સામાનની ડિલીવરી માટે આવેલા યુવકને રોડ પર સુવાડીને મારમાર્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાઈરલ થયો છે.

 

આરોપી વિરુદ્ધ પોલીસ પર હુમલા,પોલીસને ધમકીના અનેક કેસો છે, મારમારી,આર્મ્સ એક્ટ સહિતના 12 જેટલા કેસનો આરોપી કમલેશ ગુપ્તા પોલીસ ચોપડે ચિતરાયેલો છે.

સરસપુરના આંબેડકર હોલ પાસે પ્રેરણા બંગલૉ માં રહેતાં રેલ્વેના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર પંકજ પ્રભુલાલ ધાકડ રાજકોટ ખાતે ફરજ બજાવે છે. પંકજભાઈના પરિવારમાં પત્ની રૂકમણ અને પુત્રી છે. આજે સવારે ડી માર્ટમાંથી સામાન આવતા રૂકમણબેન સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા હતા. સામાન ટેમ્પામાંથી લઈ પોતાની કારમાં મૂકતાં હતા. તે સમયે એક્ટિવા પર આવેલા કમલેશ ગુપ્તાએ કમરમાં રિવોલ્વર ભરાવી હતી.

 આરોપી કમલેશે અચાનક ડી માર્ટ ના ડિલિવરી બોયને અપશબ્દો બોલી રોડ પર સુવડાવી માર્યો હતો. તેનો રૂકમણબહેન અને તેમની પુત્રીએ વિરોધ કરતા આરોપી કમલેશે તેઓ સાથે ધમકીભરી ભાષામાં વાત કરી હતી. કમલેશે રૂકમણબેનને તારો પતિ પોલીસમાં હોય તો મને બીક નથી, ફરી મારી જોડે બોલાચાલી કરી તો હાથ-પગ તોડી નાંખીશ તેવી ધમકી આપી હતી. અંગે પોલીસ કન્ટ્રોલમાં ફોન કરી રૂકમણ ધાકડે આરોપી કમલેશ ગુપ્તા વિરુદ્ધ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પીઆઈ વી.ડી.વાળાએ જણાવ્યું હતું કે,આરોપી કમલેશની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રેલ્વેના કોન્ટ્રેક્ટર તરીકે કસમ કરે છે. અંગે વધુ તપાસ ચાલી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી કમલેશ પર લોકલ પોલીસ સ્ટેશન, રેલ્વે અને રેલ્વે પોલીસના 14 જેટલા કેસો છે. આરોપીને રેલ્વે તરફથી બ્લેક લિસ્ટેડ કરવામાં આવ્યો છે. પોલીસ હુમલા અને પોલીસને ધમકીના આરોપી પર ચાર જેટલા કેસ છે.

(9:40 pm IST)