Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

લોકડાઉનમાં લવ જેહાદનો ભોગ બનેલી સિદ્ધપુર પંથકની યુવતી 65 દિવસે હરિયાણાથી મળી: દુષ્કર્મનો ગુન્હો લાગ્યો

આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું પણ લગ્ન કર્યા નહોતા

અમદાવાદ: લોકડાઉનમાં લવ જેહાદનો ભોગ બનેલી સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની યુવતી 65 દિવસ બાદ પોલીસને હરિયાણાના બલઈ ગામેથી મળી આવતા ત્રણ દિવસ પહેલા યુવતીને લઈ પોલીસ તેના ઘરે પહોંચી હતી. જો કે આરોપી હજુ પકડાયો નથી. પોલીસ તપાસમાં યુવતીને લગ્નની લાલચ આપી આરોપી બાઈક પર ભગાડી ગયો હતો. 800 કિલોમીટર દૂર હરિયાણાના બલઈ ગામે આરોપી સતત 24 કલાક સુધી બાઈક ચલાવી યુવતી સાથે પહોંચ્યો હતો. લગ્નની લાલચ આપી આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ તેણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું પણ લગ્ન કર્યા નહોતા.પોલીસે આ ગુનામાં દુષ્કર્મની કલમ આઈપીસી 376નો ઉમેરો કર્યો છે.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ હરિયાણાના બલઇ ગામના વતની શાકી અબ્દુલ રઝાક સિદ્ધપુરના કાકોશી ગામે જેસીબી ડ્રાઈવર તરીકે નોકરી પર છ માસ પહેલા જોડાયો હતો. આ દરમિયાન શાકીએ જેસીબી માલીકની 21 વર્ષીય ભત્રીજી કાવ્યા (નામ બદલ્યું છે)ને લગ્નની લાલચ આપી હતી. આ રીતે લગ્નની લાલચમાં ટીઆરબીમાં ફરજ બજાવતી કાવ્યા શાકીના પ્રેમમાં પડી હતી. દરમિયાનમાં ચાલુ લોકડાઉનના ચોથા દિવસે શાકી તેના માલીકનું બાઈક અને ભત્રીજી કાવ્યાને લઈ ફરાર થઈ ગયો હતો. 65 દિવસે પોલીસને કાવ્યા અને બાઈક હરિયાણાના બલઈ ગામેથી મળી આવ્યા પણ આરોપી શાકી ફરાર થઈ ગયો હતો.

(8:33 pm IST)