Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અમરેલીના પ્રોબેશનર IPS સુશીલ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમરેલીથી ગાંધીનગર અને ત્યાંથી સુરત બંદોઆબસ્તમાં ગયા હતા

ગાંધીનગર: ગુજરાત કેડરના 2018 બેન્ચના પ્રોબેશનર આઇપીએસ અમરેલીના તાલીમી એએસપી સુશીલ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડાયા છે 

 ગુજરાતના આઇપીએસ અધિકારીમાં અમરેલીના તાલિમી આઇપીએસ સુશીલ અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી અમરેલી જિલ્લામાં સૌથી ઓછા કોરોના પોઝિટિવના કેસો છે. ગુજરાતના મોટાભાગના તમામ જિલ્લાઓમાં કોરોના પોઝિટિવના કેસો આવતા હતા તે વખતે અમરેલી જિલ્લો કોરોના પોઝિટિવથી બાકાત હતો પરંતુ લોકડાઉન હળવુ થયા બાદ અમરેલી જિલ્લામાં પણ કોરોના પોઝિટિવના કેસો બહાર આવ્યા છે.

અમરેલીના તાલિમી આઇપીએસ 2018 બેન્ચના સુશીલ અગ્રવાલને તાલિમ માટે હૈદરાબાદની નેશનલ પોલીસ એકેડમીમાં (NPA) તાલીમ માટે જવાનું હતું તે માટે તેમણે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત હતો. ગઇકાલે તેમણો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે તેમણો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં ઘણા બધા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ અંગે ભાવનગર રેન્જના આઇજી અશોક યાદવે જણાવ્યુ હતું કે આઇપીએસ સુશીલ અગ્રવાલ 20 મેના રોજ અમરેલીથી ગાંધીનગર કરાઇ અને ત્યારબાદ સુરત બંદોબસ્તમાં ગયા હતા.ત્યા જતા કોરોના પોઝિટિવ આવ્યો છે.

(8:27 pm IST)