Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ગાંધીનગરમાં 2 માસની બાળકીને રસી અપાવવા સિવિલ હોસ્પિટલમાં જવું ભારે પડ્યું:એક જ સાથે 6 રસી ડોકટરે આપી દેતા બાળકીના પગમાં પરુ થઇ પડતા ઓપરેશન કરાવવાની નોબત આવી

ગાંધીનગર: ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગ્રીન સીટી ખાતે રહેતાં સમીરભાઈ ગજ્જરની બે માસની પુત્રીને લોકડાઉનના કારણે કોઈ રસી આપવામાં આવી નહોતી. ત્યારે ગત તા.રર મેના રોજ સમીરભાઈના પિતા શૈલેષભાઈ બાળકી પ્રાચીને રસી મુકાવવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

જયાં તબીબોએ જન્મથી લઈ દસ અઠવાડીયા સુધીમાં મુકવાની થતી જાતની અલગ અલગ રસી જેવી કે બીસીજી, પોલીયો-, પોલીયો-, પેન્ટાવેલ-, રોટા- અને એફઆઈવીપી- એક દિવસે આપી દીધી હતી.

શૈલેષભાઈએ એક દિવસે બધી રસી ના આપો અને અલગ અલગ સમયે હું રસી મુકવા બાળકીને લઈ આવીશ તેમ કહયું હતું પરંતુ તબીબે એક દિવસે રસી આપી દેવી પડે તેમ કહયું હતું. ઘરે ગયા બાદ પ્રાચીના પગે સોજો ચઢયો હતો અને સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં તેને દાખલ કરવી પડી હતી. બાદમાં અમદાવાદ સિવિલમાં બાળકીને લઈ જવાનું કહેતાં તબીબોએ અમારી જવાબદારી નહી તેમ કહી હાથ ઉંચા કરી દીધા હતા.

(5:49 pm IST)