Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ગાંધીનગર:રાજસ્થાનથી કારમાં દારૂ બિયારનો જથ્થો લાવનાર અમદાવાદના ઘાટલોડિયાનું દંપતી ઝડપાયું

ગાંધીનગર:રાજયમાં લોકડાઉન ખુલતાંની સાથે હવે દારૂની હેરાફેરીના કિસ્સા  વધી ગયા છે ત્યારે ચિલોડા પોલીસે વાહનચેકીંગ શરૂ કર્યું છે જેમાં ચિલોડા પાસે અમદાવાદના ઘાટલોડીયામાં રહેતું દંપતિ કારમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરીને આવતાં ઝડપાઈ ગયું હતું. પોલીસે દારૂ અને બિયર મળી .૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એટલું નહીં દારૂ રાજસ્થાનના બિચ્છુવાડાના બુટલેગરે ભરી આપ્યો હતો જેથી તેની સામે પણ ચિલોડા પોલીસે ગુનો નોંધ્યો હતો.     

કોરોના વાઈરસના સંકટ વચ્ચે જનજીવન પૂર્વવત થઈ ગયું છે ત્યારે સમયમાં દેશી વિદેશી દારૂની હેરાફેરી પણ વધી ગઈ છે. ત્યારે તેને અટકાવવા માટે પોલીસે સતત વાહન ચેકીંગ કરવાનું શરૂ કર્યું છે. ચિલોડા પોલીસની ટીમ વેાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન હિંમતનગર તરફથી આવતી કાર નં.જીજે-૧૮-બીએ-૧૯૯૦ નંબરની કારને ઉભી રાખી હતી. જેમાં તપાસ કરતાં વિદેશી દારૂની પેટી અને બિયરના ટીન ભરેલી સાત પેટી મળી આવી હતી

(5:49 pm IST)