Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અમદાવાદ:વસ્ત્રાપુર પોલીસે નાકાબંધી દરમ્યાન હિમાલયા મોલ નજીકથી નશાની હાલતમાં કારમાંથી મહિલા સહીત ત્રણની ધરપકડ કરી

અમદાવાદ: શહેરમાં વસ્ત્રાપુર પોલીસ હિમાલયા મોલ પાસે નાકાબંધી પોઇન્ટ પર ફરજ બજાવી રહી હતી ત્યારે સરકારી વસાહત તરફથી આવી રહેલી ઇન્ડિકા કાર અટકાવી તપાસ કરી હતી તપાસ કરતા કારમાંથી મહિલા સહિત ત્રણ જણાં દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા

પૂછપરછમાં આરોપીઓએ તેમના નામ ઉચીત હસમુખભાઈ રાવલ, ધાર્મિક કિરીટભાઈ પટેલ અને વૃત્તિકા શૈલેષભાઈ દવે જણાવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે ત્રણેયની ધરપકડ કરીને તેમની કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:46 pm IST)