Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કોંગીના અમૂક નેતાઓ સામે ધારાસભ્યોનો રોષઃ હજુ વધુ ભંગાણની ભીતિ

ગાંધીનગર તા. પ : ગુજરાત કોંગ્રેસમાં જે રીતે ધારાસભ્યોના રાજીનામાનો દોર શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો વ્યકિતગત સંપર્ક કરતા ધારાસભ્યોમાં કોંગ્રેસના ભરતસિંહ સહિતના અમુક અગ્રણીઓ સામે મોટા પાયે રોષની લાગણી ઉભી થવા પામી છે.

ગુજરાતમાં કોંગ્રેસની પડતી માત્ર અને માત્ર  અમૂક નેતાઓ જવાબદાર હોવાનો ધારાસભ્યોનો સૂર કેટલાક ધારાસભ્યોએ પોતાનું નામ નહિ આપવાની શરતે વ્યકત કર્યો છે.

તેઓએ જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં જો કોંગ્રેસ ગુજરાતમાં માર ખાઇ રહી હોય તો તેની પાછળ માત્ર એક બે નેતાઓ જવાબદાર છે.

આગામી દિવસોમાં જો આ અંગે કોંગ્રેસ મોવડી મંડળ નહિ વિચાર કરે તો ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ મોટા પાયે થશે તેવા નિર્દેશો આપ્યા છે.

(4:05 pm IST)