Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ગુજકેટની પરીક્ષામાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા એક પરિક્ષા રૂમમાં માત્ર ૧૦ છાત્રોની બેઠક વ્યવસ્થા

કોરોનાની મહામારીમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં પ૦%નો વધારો થશે

રાજકોટ, તા. પ : કોરોના મહામારીને કારણે શિક્ષણ જગત ખૂબ પ્રભાવિત થયું છે. દેશભરમાં લોકડાઉનમાં અનલોડ-૧માં અનેક છૂટછાટ મળી છે, પરંતુ શિાળા કોલેજો અને યુનિવર્સિટીમા શિક્ષણ કાર્ય કે પરીક્ષા હજુ સુધી લેવાણીનથી ત્યારે સોશ્યલ ડીસ્ટન્સીંગને ધ્યાને રાખી પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. ગુજકેટની પરીક્ષામાં હવે એક જ વર્ગમાં માત્ર ૧૦ વિદ્યાર્થીઓની બેન્ક ગોઠવાશે.

રાજયની ગ્રાન્ટેડ તેમજ ખાનગી સરકારી ડિગ્રી એન્જિનીયરિંગ, ડિગ્રી ડિપ્લોમાં કે ફાર્મસીના અભ્યાસક્રમમાં એડમિશન ધોરણ ૧ર બાદ લઇ શકાય છે. આ માટે સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં એડમિશન લેવા માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ગુજકેટ -ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ માટે કોરોના સંક્રમણ સાવચેતીના ભાગ રૂપે સોશિયલ ડિસ્ટન્સનું કડકાઇથી પાલન કરવામાં આવશે. તે અનુસાર એક પરીક્ષાખંડમાં માત્ર દસ વિદ્યાર્થી માટે જ બેઠક વ્યવસ્થા ગોઠવાશે.

માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજકેટ પરીક્ષા માટે ખાસ પરિપત્ર બહાર પાડીને શાળાના આચાર્યોને આ માટેની સુચના આપી છે કે કોરોનાના કહેર સામે તકેદારીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માત્ર દસ વિદ્યાર્થીઓ માટેએક ખંડમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવી, અત્યાર સુધી ગુજકેટ પરીક્ષામાં એક બેન્ચ ઉપર બે એમ પરીક્ષાખંડમાં કુલ ર૦ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવતી હતી. જે આ વર્ષે અર્ધી કરાઇ છે. આ વ્યવસ્થાના કારણે બમણા કલાસરૂમ-પરીક્ષાખંડની જરૂર ઉભી થશે.

ગુજકેટ GUJCET ર૦ર૦ ની પરીક્ષા આગામી ૩૦ જુલાઇએ ગુરૂવારના રોજ લેવામાં આવશેકે, પરીક્ષા અગાઉ ૩૧ માર્ચ, ર૦ર૦ના રોજ નકકી કરવામાં આવેલી હતી. જો કે કોરોનાની હાલની સ્થિતિને લીધે આ પરીક્ષા વિદ્યાર્થીઓનાં હિતમાં મોકુફ રાખવામાં આવી હતી. આગામી જુલાઇમાં લેવાનારી ગુજકેટની પરીક્ષામાં કુલ ૧,રપ,૩૮૧ વિદ્યાર્થીઓ હાજર રહેશે.

(4:03 pm IST)