Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ભાજપના ૩ ધારાસભ્યોને કોરોના પોઝિટીવ, રાજયસભાની ચૂંટણીમાં નહીં કરી શકે મતદાન

અમદાવાદ ભાજપના ૩ ધારાસભ્યોને કોરોના પોઝિટીવ આવેલો છે. તેથી ત્રણેય ધારાસભ્યો રાજયસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે. આ ત્રણેય ધારાસભ્યો વતી અન્ય ધારાસભ્ય મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે ૧૯મી જૂને રાજયસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ, કિશોર ચૌહાણ અને બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ રહ્યો છે. તેથી રાજયસભાની ચૂંટણીમાં તે પ્રોક્ષી દ્વારા મતદાન કરશે. 

(3:09 pm IST)