Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

રીયુઝેબલ પીપીઇ કીટ બનાવવા તૈયાર છે સૂરતઃ કીટ ૨૦થી ૩૦ વાર ધોઇને ફરી પહેરી શકાય છે

ચીનમાં હજુ પણ સિંગલ યુઝેબલ પીપીઇ જ બને છે

સુરતઃ સિલ્કસીટી સુરત કોરોના વાયરસથી રક્ષણમાં કારગત રીયુઝેબલ પર્સનલ પ્રોટેકશન ઇકવીપમેન્ટ કીટ મોટી સંખ્યામાં બનાવવા તૈયાર છે. અહીં પીપીઇ કીટ નિર્માણની એટલી ક્ષમતા છે કે કોરોના પ્રભાવિત બધા દેશોને તે સપ્લાય કરી શકે તેમ છે. ચીન હજુ પણ સિંગલ યુઝેબલ કીટનો ઉપયોગ કરે છે. ધોઇને ૨૦ થી ૩૦ વાર ઉપયોગ થઇ શકે તેવી એન્ટી માઇક્રોબિયલ કેમિકલ કોટેડ પીપીઇ કીટ સૂરતે બનાવી છે. તેનાથી બાયોમેડીકલ વેસ્ટની તકલીફ પણ નહીં થાય.

પીપીઇ કીટનું ઉત્પાદન કરનાર લક્ષ્મીપતિ ગ્રુપના સંજય સરાવગીનું કહેવું છે કે દુનિયાભરમાં સુરત જ એવુ સ્થળ છે, જયાં ૨૦ થી ૩૦ વાર વાપરી શકાય તેવી પીપીઇ કીટ સૌથી વધુ બને છે, સરાવગી જણાવે છે કે સુરતમાં રોજ બેથી ચાર કરોડ મીટર કપડાનું ઉત્પાદન થાય છે, જો મીલ અને લૂમ્સ ફેકટરીઓમાં વધારાના યુનિટ લગાવીને ઉત્પાદન કરાય તો પ્રોટેકશન કીટમાં ઉપયોગમાં લેવાતા વુવન અને નોનવુવન ફેબ્રીકસનું ઉત્પાદન કરીને સુરત એકલું જ બધા દેશોમાં પીપીઇ કીટ સપ્લાય કરી શકે તેમ છે. દુનિયામાં ફકત સુરતમાં જ ફેબ્રિકસ બનાવવાના તમામ સંશોધનો મિલ, મશીન, મજૂરો અને નિષ્ણાંતો આટલી મોટી સંખ્યામાં એક જ જગ્યાએ હાજર છે.

(3:09 pm IST)