Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

સચિન જીઆઇડીસીની સેઝમાં આકાશ પેકેજીંગમાં ભીષણ આગ: સુરતથી ફાયર ફાયટરો પહોંચ્યા

પેકેજીંગ માટેનો પૂંઠાનો સામાન અને પ્લાસ્ટિકના મટીરીયલ્સમાં આગ પ્રસરી

સુરતના સચિન જીઆઇડીસીમાં ઈકોનોમી ઝોનમાં આવેલી આકાશ પેકેજીંગમાં મોડીરાત્રે  ભીષણ આગ ફાટી નીકળી હતી. મોડીરાત્રે ફેકટરીમાં બે થી ત્રણ માણસો  હોવાથી તેઓ સમય રહેતા ફેક્ટરીમાંથી બહાર નીકળી આવ્યા હતા. જેના કારણે તેમના જીવ બચી ગયા હતા, ફેકટરીના લોકો અને આજુબાજુના લોકોએ તરત સચિનનો ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લીધી હતી 

આગની ભયાનકતા જોતા સુરતથી પણ ફાયર ફાઈટરો મગાવવા પડ્યા હતા. થોડા સમય પછી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, કોઈ જાનહાની થયાના સમાચાર મળ્યા નથી, સદનસીબે ફેકટરીમાં રહેલા કારીગરો બહાર દોડી આવતા તેમનો જીવ બચી ગયો હતો. જાણવા મળે છે કે, ફેકટરીમાં પેકેજીંગ માટેનો પૂંઠાનો સામાન અને પ્લાસ્ટિક ના મટીરીયલ્સ માં આગ લાગતા ભયાનકતા વધી ગઈ હતી, સચિનની ફાયર બ્રિગેડની ગાડીઓની સાથે સુરત મનપાના ફાયર હાઈટર્સ પણ ઘટના સ્થળે પહોચીને આજુબાજુની ફેકટરીમાં નુકશાન ના થાય તે રીતે આગને કાબુમાં લીધી હતી.

(2:00 pm IST)