Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

મધર્સ ડે ની ઉજવણી માત્ર દેખાડો : રાજપીપળા પાસેના ગામમાંથી ઘરમાંથી તરછોડાયેલી વૃદ્ધ માતાની મદદે અભયમ ટીમ આવી

બે પરણિત પુત્રોની 76 વર્ષ ના વિધવા માતા ને બંને દીકરા વારાફરતી રાખતા પરંતુ યોગ્ય કાળજી ન લેતા વૃદ્ધા 16 કિલોમીટર ચાલી આમતેમ અટવાતી જોવા મળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાસેના એક ગામની મહિલા નજીકના એક ગામના બસ સ્ટેન્ડમાં આવી ભૂખી તરસી બેઠેલી જોવા મળતા આ ગામના એક જાગૃત વ્યક્તિની નજર પડતા અભયમ 181 મહિલા હેલ્પલાઇનમા જાણ કરતા મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોચી હકીકત જાણતા 76 વર્ષ ના આ વિધવા માતા ને સંતાન મા બે પરણિત પુત્ર છે પુત્રી સાસરી મા છે તેમના બંને દીકરા વૃદ્ધ ને વારાફરતી સાથે રાખે છે પરંતુ પૂરતી કાળજી રાખતા નથી સમયસર પૂરતું ભોજન આપતાં નથી જેથી માટે કોઈવાર પડોશી પણ ચા પાણી કરાવે છે છેલ્લા 5 દિવસ થી તે ઘરે થી નીકળી 16 કિલોમીટર ચાલી ને નજીકના એક ગામના બસ સ્ટેશન મા નિરાધાર સ્થિતિ માં ભૂખ્યા તરસ્યા બેસી રહયા છે.તેથી અભયમ ટીમે આ વૃદ્ધા ને તેમના દીકરાઓ પાસે મુકવા જણાવતા તેમણે ત્યાં જવાની સ્પષ્ટ ના પાડી જણાવ્યું કે મારે તેમની સાથે રહેવું નથી દીકરા ની વહુઓ જમવાનું આપતાં નથી અને મારઝૂડ કરે છે જેથી બાકી ની જિંદગી હું આમ બહાર જ રહીશ.
ત્યારબાદ અભયમ ટીમે તેમના ગામ અને દીકરાનું નામ જાણી ગામ સરપંચ સાથે વાત કરી તેમના દીકરા નો મોબાઈલ નંબર મેળવી તેમની સાથે વાત કરતા દીકરા એ પણ એમ જણાવેલ કે તેઓ બા ને સાથે રાખવા માંગતા નથી એમ કહી ફોન કટ કરી દેતા અભયમ ટીમ બા ને લઈ તેમના ગામ પહોંચી ત્યારબાદ તેમના દીકરા ને સમજાવ્યો કે માતા ની કાળજી લેવાની તમારી સામાજિક, કાયદાકીય ફરજ છે આ ઉપરાંત તેમની જમીન, ઘર વગેરે માંથી તમે આવક મેળવો છો તો પોતાની માતા ને રાખવામાં શું વાંધો છે..? આમ જણાવતા દીકરો અને વહુ એ પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી માતા ને સાથે રાખવા સંમત થતા આખરે સુખદ સમાધાન આવ્યું હતું.

(1:14 pm IST)