Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

નવસારીના ખારેલ હાઇવે પર કાર ડિવાઈડર કુદાવી ટેમ્પોમાં ઘુસી જતા અકસ્માત:પાંચ લોકોના કરૂણમોત

સુરતથી મુંબઈ જતા અકસ્માત :તમામ મૃતકો સુરતના લંબે હનુમાન રોડ પરના રહેવાશી

નવસારીના ખારેલ હાઈવે પર ભયંકર અકસ્માત થયો છે. સુરતથી કાર મુંબઈ તરફ જઈ રહી હતી દરમિયાન કાર ડિવાઈડર કુદાવી ગઈ અને સામેથી આવતા ટેમ્પોમાં ઘૂસી જતાં કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માતમાં પાંચ વ્યક્તિ ગંભીર ઈજાઓને પગલે મોતને ભેટ્યા હતા. બનાવને પગલે પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

નવસારીના ખારેલ હાઈવે પર ઈન્ડિગો કાર સુરતથી મુંબઈ તરફના રસ્તા પર જઈ રહી હતી. દરમિયાન જ્યારે અકસ્માત થયો ત્યારે જોરદાર ધડાકો થયો હતો. સુરત પાસિંગ ધરાવતી આ કારમાં તમામ મૃતકો સુરતના લંબે હનુમાન રોડ પરના રહેનાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચેય વ્યક્તિ ઘટના સ્થળ પર જ મોતને ભેટ્યા હતા અને તેમની લાશો કારમાં રીતસર જકડાઈ ગઈ હતી. કારમાંથી લાશો બહાર કાઢવા માટે પતરા કાપવા પડ્યા હતા.

(9:38 pm IST)