Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ખેડા જિલ્લામાં મારામારીના જુદા જુદા ત્રણ બનાવોમાં સાત વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

ખેડા: જિલ્લાના રાણીયા, કનેરા તેમજ વસો ગામમાં બનેલા મારામારીના જુદા-જુદા ત્રણ બનાવોમાં કુલ સાત વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની ફરિયાદ જે તે પોલીસ મથકોમાં નોંધાતા પોલીસે કુલ અગિયાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના રાણીયામાં રહેતાં ચંચળબેન જીનુભાઈ સોઢાપરમારે ગામની સીમમાં આવેલ મહીસાગર નદીના પટમાં શાકભાજી ઉગાડી હતી. શાકભાજીના પાકમાં પ્રવિણસિંહ પ્રભાતસિંહ સોઢા પરમારની ભેંસો ઘુસી ગઈ હતી. આની જાણ થતાં ચંચળબેનના દિયર અનોપસિંહ અમરસિંહ સોઢાપરમારે ત્યાં જઈ ભેંસો બહાર કાઢી બાબતે પ્રવિણસિંહને ઠપકો આપ્યો હતો. જે વાતની રીસ રાખી પ્રવિણસિંહ પ્રભાતસિંહ સોઢાપરમાર, અલ્પેશભાઈ તખતસિંહ સોઢાપરમાર, રમેશભાઈ પ્રભાતસિંહ સોઢાપરમાર અને બળવંતસિંહ પ્રભાતસિંહ સોઢાપરમારે ભેગા મળી ઠપકો આપનાર અનોપસિંહ તેમજ ચંચળબેન પર હુમલો કરી માર માર્યાં હતાં. ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલ ચંચળબેનના પતિ જીનુભાઈ સોઢાપરમાર અને પુત્ર મુકેશભાઈને પણ ચારેય જણાં મારવા ફરી વળ્યાં હતાં. બનાવ અંગે ચંચળબેન જીનુભાઈ સોઢાપરમારની ફરિયાદને આધારે ડાકોર પોલીસે પ્રવિણસિંહ પ્રભાતસિંહ સોઢાપરમાર, અલ્પેશભાઈ તખતસિંહ સોઢાપરમાર, રમેશભાઈ પ્રભાતસિંહ સોઢાપરમાર અને બળવંતસિંહ પ્રભાતસિંહ સોઢાપરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

(5:55 pm IST)