Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ઇલેકટ્રોનિક મિડીયા સમક્ષ ઉચ્ચ અધિકારીઓએ વર્દીમાં સજ્જ થઇ બાઇટ આપવીઃ પોલીસ વડા: સંવેદનશીલ અને ગંભીર ગુનાઓ બને ત્યારે જુનિયર અધિકારીઓ-કર્મચારીઓ બ્રિફીંગ કરે ત્યારે ઘણી વખત લોકો સુધી પહોંચાડવાનો સંદેશો નિર્વિવાદ પહોંચી શકતો ન હોવાથી આદેશ કરવામાં આવ્યો..

રાજકોટ તા. ૫: રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ આદેશ કર્યો છે કે રાજ્યમાં જ્યારે પણ કાયદો વ્યવસ્થાને લગતાં કોઇ ચકચારી અને સંવેદનશીલ બનાવ કે ગંભીર ગુના બને ત્યારે તે સંબંધેનની વિગતો ઇલેકટ્રોનિક મિડીયા સમક્ષ ઉચ્ચ અધિકારીએ જ રજૂ કરવી અને તે સમયે જે તે અધિકારી વર્દીમાં સજ્જ હોય તે જરૂરી છે.

શ્રી ઝાએ એક આદેશમાં જણાવ્યું છે કે મિડયા સમક્ષ માહિતી આપવાના પ્રસંગમાં ઇલેકટ્રોનિક મિડીયા સમક્ષ બ્રિફીંગ, વિડીયો બાઇટ જુનિયર અધિકારી-કર્મચારી દ્વારા અપાય છે. જેના કારણે ઘણી વખત જે સંદેશો લોકો સુધી પહોંચાડવાનો હોય છે તે સ્પષ્ટ રીતે અને નિર્વિવાદ પહોંચી શકતો નથી. આથી ઇલેકટ્રોનિક મિડીયા સમક્ષ શકય હોય ત્યાં સુધી કમિશ્નરેટ વિસ્તારમાં ડીસીપી અને જીલ્લામાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓએ જ બ્રિફીંગ-બાઇટ આપવા. એવું પણ ધ્યાને આવ્યું છે કે પોલીસ અધિકારીઓ સક્રિય ફરજ પર હોય ત્યારે ઇન્ટરવ્યુ આપતી વખતે ખાનગી ડ્રેસમાં હોય છે, જે યોગ્ય નથી. હવેથી મિડીયા

(12:45 am IST)