Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

વરસાદના ઝાપટાની આગાહી વચ્ચે અમદાવાદમાં ૪૨ ડિગ્રી

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટાઃ રાજકોટના વિવિધ ભાગોમાં પણ હળવેથી મધ્યમ વરસાદ

અમદાવાદ, તા.૫: અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. ગરમીના કારણે લોકો ફરી એકવાર પરેશાન દેખાઈ રહ્યા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં આંશિક વધારો થતાં ફરીવાર લોકો મુશ્કેલીમાં દેખાયા હતા. બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે અકબંધ રાખી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી રહ્યું હતું. સૌથી વધુ તાપમાન આજે ડિસામાં નોંધાયું હતું જ્યાં પારો વધીને ૪૨.૪ સુધી પહોંચ્યો હતો. આવી જ રીતે અમદાવાદમાં પણ પારો ફરી એકવાર આંશિકરીતે વધી ગયો છે. બપોરના ગાળામાં લોકો હજુ પણ પરેશાન દેખાઈ રહ્યા છે. આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગો અને ઉત્તરગુજરાતમાં પારો ૪૦થી ૪૩ ડિગ્રી વચ્ચે રહી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે.  અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. જો કે, બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ બે દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૧૦૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના બે દિવસના ગાળામાં ૩૦ અને ટાઇફોઇડના ૩૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના બે દિવસના ગાળામાં ૨૩ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. જૂન મહિનામાં ઝેરી મેલેરિયાના કોઇ કેસ નોંધાયા નથી. આજે રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૪૨થી ઉપર પહોંચ્યો હતો જેમાં અમદાવાદ, ડિસા, ગાંધીનગર, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. ગુજરાતના કેટલાક ભાગોમાં આજે હળવો વરસાદ થયો હતો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. રાજકોટના ગોંડલ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો છે.

(10:19 pm IST)
  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST

  • ઈરાને પોતાની યુરેનિયમ સંવર્ધન શ્રમતા વધારવાની દિશામાં કામ શરૂ કર્યું :ઈરાને આ માટે 2005માં વિશ્વના તાકાતવર દેશો સાથે થયેલ પરમાણુ સમજૂતી પર મંડરાતા ખતરાને મોટો જવાબદાર ગણાવ્યો છે ;ઈરાનની પરમાણુ એજન્સીના પ્રમુખે કહ્યું કે તેઓ 'નાતાંજ 'ક્ષેત્રમાં આધુનિક સેટ્રિફ્યુઝને વિકસિત કરવાવાળા માળખા પર કામ કરી રહ્યા છે access_time 1:15 am IST

  • રાજકોટ ડાંગર કોલેજમાં બોગસ ડિગ્રીનો મામલો :જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુ મહેતાની એસઓજીએ પૂછપરછ કરી :જિલ્લા ભાજપ કાર્યાલયથી ભાજપના અગ્રણી નેતાની અટકાયત :ડાંગર કોલેજના ટ્રસ્ટના પ્રમુખ છે ભાનુ મહેતા access_time 12:40 am IST