Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ફોનથી વિના મૂલ્યે ડિલિવરી આધારિત ટ્રેડિંગ કરી શકાશે

અપસ્ટોક્સ અનોખા કન્સેપ્ટ સાથે માર્કેટમાં: ઇન્ટ્રા ડે ટ્રેડમાં ૨૦ રૃપિયાના ભાવથી પ્રતિ ઓર્ડરનું ટ્રેડિંગ કરી શકશે : લોકો માટે નવી સુવિધા શરૃ કરવામાં આવી

અમદાવાદ,તા. ૫: અમેરિકા જેવા વિકસીત દેશોમાં ૪૦થી ૫૦ ટકા લોકો શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરતાં હોય છે, તેની સરખામણીએ ભારતમાં હજુ માંડ ત્રણથી ચાર ટકા લોકો જ શેરબજાર-મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે. જો કે, શેરબજારમાં ઘણી ઉજળી તકો અને ગ્રાહકોને કમાવા માટે સારા રિટર્નની તકો હોવાથી ડિસ્કાઉન્ટ બ્રોકર ફર્મ અપસ્ટોક્સ હવે ગુજરાતના ગ્રાહકો માટે ફુલ્લી ડિજીટલ અને ઓનલાઇન સેવા લઇને આવી છે. શેરબજારમાં હવે રોકાણ અને ટ્રેડીંગ કરવા ઇચ્છતાં ગ્રાહકો એકદમ સરળતાથી મોબાઇલ મારફતે વિનામૂલ્યે ડિલીવરી આધારિત ટ્રેડ કરી શકશે. જયારે ઇન્ટ્રા ડે ટ્રેડસમાં માત્ર રૃ.૨૦ના ભાવે પ્રતિ ઓર્ડરનું ટ્રેડીંગ કરી શકશે. કોઇપણ વધારાના કે છૂપા ખર્ચ વિના અપસ્ટોક્સકના ગ્રાહકો સ્ટોકની કિંમતમાં દરેક ટીકમાં ફેરફારની સાથે તેઓ પ્રોફીટ મેળવી શકશે. એટલું જ નહી, અપસ્ટોક્સ ગ્રાહકોને માત્ર પોશીઝનીંગ સાઇઝ અને જોખમ અંગે જ સલાહ આપતી નથી પરંતુ તે માર્કેટમાં કયારે પ્રવેશ કરવો અને તેમાંથી બહાર નીકળવુ તેની ગ્રાહકોને ઉપયોગી માહિતી આપે છે એમ અત્રે અપસ્ટોકસના સીઈઓ અને કો-ફાઉન્ડર રવિકુમાર અને શ્રીની વિશ્વનાથે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રતન ટાટા, કાલારી કેપિટલ અને જીવીકે ડેવિક્સ દ્વારા ફંડ પ્રાપ્ત કરનાર ન્યુ એજ ઓનલાઈન ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ફર્મ અપસ્ટોક્સ ગુજરાતમાં વિકસતા ડિસ્કાઉન્ટ બ્રોકરેજ સોલ્યુશન તરીકે ઉભરી રહી છે. જેમાં તે સૌથી ઓછું બ્રોકરેજ અને કસ્ટમાઈઝ્ડ ડેટા ડ્રિવન ટૂલ્સ ટ્રેડર્સ અને રોકાણકારો માટે ઉપલબ્ધ કરાવે છે. અપસ્ટોકસના પ્લેટફોર્મ થકી ગુજરાતમાંથી ૨૦૧૬- ૧૭માં અસંખ્ય ઓર્ડર્સ ટ્રેડર્સ દ્વારા મૂકાયા હતા. જે વધીને ૮૫ ટકા જેટલા થયા હતા. અમદાવાદમાંથી મૂકાયેલા ઓર્ડર્સની વાત કરીએ તો એ સંખ્યામાં પણ ૨૦૧૬-૨૦૧૭માં ૮૫ ટકાનો વધારો થયો હતો. અપસ્ટોક્સનો ગુજરાતમાં કસ્ટમર બેઝ પણ ઝડપથી વધી રહ્યો છે અને તેમાં ૨૦૧૬-૧૭માં ૧૫૦ ટકાનો ગ્રોથ નોંધાયો હતો. એ જ સમય દરમિયાન, બ્રોકિંગ ફર્મે અમદાવાદમાંથી જ ગ્રાહકોની સંખ્યામાં ૨૫૦થી ૩૦૦ ટકાનો વધારો નોંધ્યો હતો. અપસ્ટોકસના સીઈઓ અને કો-ફાઉન્ડર રવિકુમાર અને શ્રીની વિશ્વનાથે વધુમાં ઉમેર્યું હતું કે,  અપસ્ટોક્સ એ ન્યુ એજ ડિસ્કાઉન્ટ બ્રોકિંગ ફર્મ છે કે જે ઓછા ખર્ચમાં રોકાણના નિર્ણયો માટે ગ્રાહકોને ટેકનોલોજી ટૂલ્સ સાથે સશક્ત બનાવ છે અને ખર્ચમાં લાભ આપે છે. ગુજરાત દેશમાં સૌથી વધુ ઈન્વેસ્ટમેન્ટ સેવી પોપ્યુલેશન ધરાવે છે અને દર ચારમાંથી એક નાગરિક સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે. આમ, રાજ્યમાં સૌથી વધુ ટ્રેડિંગ કમ્યુનિટીને ઓર્ડર્સ મૂકવામાં અને લોકીંગ કરવામાં વધુ ઝડપી અને સ્માર્ટર સોલ્યુશન્સ આપે છે. સમગ્રપણે ગુજરાતમાંથી અને ખાસ કરીને અમદાવાદમાંથી સ્ટોક માર્કેટમાં વધુ લોકો સામેલ થાય છે. જે દેશમાં સૌથી વધુ સંખ્યા છે. જેમાં અમદાવાદ દેશના ટોચના પાંચ શહેરોમાં સામેલ છે.  અપસ્ટોક્સ હાલમાં ભારતની ઝડપથી વિકસતી ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ફર્મ છે જેણે ટૂંકા ગાળામાં કુલ ક્લાયન્ટ બેઝ ત્રણ ગણો વધાર્યો છે. સમગ્ર દેશમાં ક્લાયન્ટ બેઝ અપસ્ટોક્સ માટે છેલ્લા એક વર્ષમાં ૨૫૦૦૦થી ૩૦૦ ટકા વધીને ૮૦૦૦૦ થયો છે. તેની રેવન્યુ એ જ ગાળામાં ૨૦૦ ટકા જેટલી વધી છે અને તેના એક્સચેન્જિસમાં રોજિંદું ટર્નઓવર ગત વર્ષના રૃ. ૫૦૦૦ કરોડથી ૬૦૦૦ કરોડથી વધીને રૃ. ૧૪૦૦૦ કરોડથી રૃ. ૧૮૦૦૦ કરોડ સુધીનું થયું છે. આ હાઈ ગ્રોથ પર્ફોર્મન્સથી અપસ્ટોક્સ ભારતમાં ભાગ્યે જ જોવા મળતા વેન્ચર કેપિટલ ફંડેડ સ્ટાર્ટઅપ્સમાનું એક બની રહ્યું છે, જે પ્રાથમિક તબક્કામાં જ પ્રોફીટેબલ બન્યું છે.

(10:14 pm IST)