Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

મણિનગર : તસ્કરો દ્વારા રોકડ, દાગીના સાથે કારની પણ ચોરી

પરિવાર ફરવા ગયો ને તસ્કરો હાથ સાફ કરી ગયાઃ તસ્કરો ૧.૧૦ લાખ રોકડ, ૮૧ હજારના ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરીને રફુચક્કર થઇ ગયા

અમદાવાદ,તા.૫ : શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં તસ્કરોએ ચોરી કર્યા બાદ ચોરેલો સામાન મૂકવા માટે કારની ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મકાન માલિક તેમના પરિવાર સાથે હરિદ્વાર ફરવા માટે ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના મકાનમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ મકાન માલિકની કાર લઇને ફરાર થઇ ગયા હતા. મણિનગર પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૃરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તસ્કરો ચોરી કરવા માટે ચાલતા ચાલતા આવ્યા હતા અને ત્યારબાદ ચોરેલો સામાન મકાન માલિકની કારમાં મૂકીને નાસી ગયા હતા. આ બનાવની વિગત એવી છે કે, મણિનગર વિસ્તારમાં આવેલ પાર્થ એપોર્ટમેન્ટમાં રહેતા અને કે.કે.શાહ સાયન્સ કોલેજમાં કેમ્પસ કેન્ડીડેટ તરીકે કામ કરતા અનીતાબહેન ઠક્કરે મણિનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.  ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મણિનગરમાં આવેલ માતૃકૃપા બંગ્લોઝમાં રહેતાં અનીતાબહેનના કાકા યોગેશભાઇ ઠક્કર હરિદ્વાર ફરવા માટે ગયા છે. હરિદ્વાર જતી વખતે યોગેશભાઇએ ઘરનું ધ્યાન રાખવા માટે અનીતાબહેનને કહ્યું હતું. અનીતાબહેન સવાર સાંજ કાકા યોગેશભાઇના ઘરે મકાનનું ધ્યાન રાખવા જતાં હતાં. ગઇકાલે સવારે યોગેશભાઇએ હરિદ્વારથી અનીતાબહેનને ફોન કર્યો હતો અને ઘરનું તાળું તૂટેલું હોવાના સમાચાર આપ્યા હતા. અનીતાબહેન તાત્કાલીક યોગેશભાઇના ઘરે પહોંચી ગયા હતા જ્યાં તેમણે ઘરમાં જઇને જોયું હતું કે ઘરનો સરસમાન વેરવિખેર હતો અને રૃમમાં રહેલા કબાટમાંથી ચોરી થઇ હતી. તસ્કરોએ મોડી રાતે યોગેશભાઇના ઘરમાં ઘૂસીને ૧.૧૦ લાખ રોક્ડ તેમજ ૮૧ હજારના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ઘરમાં ચોરી કર્યા પછી તસ્કરો યોગેશભાઇની હોન્ડા જાઝ નામની કાર પણ લઇ ગયા હતા. અનીતાબહેને તાત્કાલીક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને ચોરી થઇ હોવાની જાણ કરતાં મણિનગર પોલીસ ઘટના સ્થળેપહોંચી ગઇ હીતી. પોલીસેઆ મામલે તસ્કરો વિરૃધ્ધ ચોરીની ફરિયાદ દાખલ નોંધીને તપાસ શરૃ કરી છે. બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ચર્ચા ચાલી હતી.

(10:15 pm IST)
  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST

  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST

  • પેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST