Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

પૂરતું પેંશન ન મળતા વન વિભાગના કર્મચારીની હાલત કફોડી થતા આત્મવિલોપનની ચીમકી આપી

ગાંધીનગર: વન વિભાગની કચેરીમાં ફરજ બજાવીને નિવૃત્ત થયેલાં કર્મચારીને નિયમ અનુસાર પેન્શન નહીં મળતાં હાલત કફોડી થઇ છે. ત્યારે આ કર્મચારી દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી કે, પુરતું પેન્શન નહીં મળવાથી આર્થિક નુકશાન થઇ રહ્યું છે. જેથી સત્વરે નિર્ણય કરવામાં નહીં આવે તો આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારાઇ છે. ગાંધીનગરમાં આવેલી વન વિભાગની કચેરીમાં ગુજરાતી ટાઇપીસ્ટ તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયેલાં કર્મચારી આર.આર. વ્યાસને નિવૃત્તબાદ મળવાપાત્ર પુરતાં લાભો તેમજ પેન્શન પુરું નહીં મળતાં હાલત કફોડી બની છે. અગાઉ વિવિધ ઇજાફાઓ અટકાવીને બઢતી તેમજ મળવાપાત્ર લાભોથી પણ આ કર્મચારીને વંચિત રાખવામાં આવ્યા હતા

(5:48 pm IST)