Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

દહેજના મામલે હાડગુડની પરિણીતા પર અત્યાચાર ગુજારતા ગુનો દાખલ

આણંદ :નજીક આવેલા હાડગુડ ગામે રહેતી એક પરિણીતા પર દહેજની માંગણી ના સંતોષાતા શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં આ અંગે આણંદના મહિલા પોલીસે પતિ સહિત પાંચ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી આશીયાનાબાનુને તેના પતિ મોહંમદ અફઝલ રહમતુલ્લા સૈયદ, સાસુ ઈકબાલનનિશા, સેરબાનુ હુસેનમીંયા સૈયદ, અલ્તાફ રહેમતુલ્લા સૈયદ, રહેમતુલ્લા હુસેનમીંયા સૈયદ દ્વારા પિયરમાંથી છેલ્લાં કેટલાક સમયથી રોકડા તથા ગાડી લઈ આવવાની માંગણી કરી હતી પરંતુ આ માગણી ના સંતોષાતા પતિ દ્વારા તુ મને ગમતી નથી,

તેમ જણાવીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. ત્યારબાદ ગમે તેવી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે પરિણીતાએ આણંદના મહિલા પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.

(5:46 pm IST)