Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

આણંદમાં હવસખોર સસરાએ પુત્રવધુની ઈજ્જત લૂંટવાનો પ્રયત્ન કરતા અરેરાટી

આણંદ: શહેરના ગણેશ ચોકડી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેણીની એકલતાનો લાભ લઈને સસરા દ્વારા આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. પતિના અન્ય યુવતી સાથેના સંબંધોને લઈને પરિણીતા પર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને તેણીને પહેરેલા કપડે કાઢી મુકતાં આખરે તેણીએ આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

સુરતના કામરેજ ચાર રસ્તા પાસે રહેતી માનસીબેનના લગ્ન ગત ૩-૧૨-૧૨ના રોજ આણંદની ગણેશ ચોકડી વિસ્તારમાં રહેતા તુષાર ઈન્દ્રવદન વૈધ સાથે જ્ઞાતિના રીતરીવાજ મુજબ થયા હતા. લગ્નના બીજા દિવસથી જ સાસુ મીનાબેન તથા સસરા ઈન્દ્રવદનભાઈ દ્વારા દહેજની માંગણી કરીને મેણાં ટોણાં મારી હેરાન કરવાનું ચાલુ કરી દીધું હતુ. જેથી આ બાબતે માતા-પિતાને જાણ કરતાં પિતાએ આશ્વાસન આપતા જણાવ્યું હતુ કે, તારા નવા લગ્ન થયા છે, જેથી હું મારી પરિસ્થિતિ મુજબ તેમની માંગણીઓ પુરી કરીશ. ત્યારબાદ તેમનાથી બનતી વસ્તુઓ કરિયાવરમાં આપી હતી. દરમ્યાન પરિણીતાને દિકરીનો જન્મ થતા સાસુ-સસરા દ્વારા આ અંગે પણ મેણાંટોણા મારવાનું ચાલુ કરી દીધું હતુ.

દરમ્યાન પતિને અંઘાડી ખાતે રહેતી અમિષાબેન જયંતિભાઈ પટેલ નામની યુવતી સાથે પતિને અનૈતિક સંબંધો બંધાતા પતિ દ્વારા પણ મારઝુડ ચાલુ કરી દેવામાં આવી હતી ઘરના અન્ય સભ્યો દ્વારા પણ શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારીને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. દરમ્યાન ગત ૫-૧૨-૧૭ના રોજ પરિણીતા પોતાના રૂમમાં હતી ત્યારે સસરા ઈન્દ્રવદનભાઈએ રૂમમાં આવીને તેણીની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પતિ તથા સાસુને જાણ કરતાં તેઓ દ્વારા જો આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. દરમ્યાન સાસુ દ્વારા ગરમ લોઢી કાંડા ઉપર મારી દેતાં પરિણીતા દાઝી જવા પામી હતી. ગત તારીખ ૪થી માર્ચના રોજ તેણીને ગમે તેવી ગાળો બોલીને પહેરેલા કપડે કાઢી મુકી હતી. આ અંગે પરિણીતાએ પતિ તુષારભાઈ, સાસુ મીનાબેન, સસરા ઈન્દ્રવદનભાઈ, કાકીસાસુ જ્યોત્સનાબેન મધુસુદનભાઈ વૈધ, તેમની વહુ કિન્નરીબેન ભાવિનભાઈ વૈધ, કાકા સસરા કનુભાઈનો પુત્ર મેહુલ તથા અમિષાબેન વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:46 pm IST)
  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST

  • મુંબઈમાં મુશળધાર વરસાદ: બદલાપૂર, ડોમ્બિવલી, વિક્રોલીમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો: કેટલાય સ્થળોએ લાઇટો ગૂલ :મુંબઈના મલબારહીલ વિસ્તારમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા :કેટલાય જગ્યાએ વાહનચાલકો ફસાયા access_time 12:33 am IST

  • અમરેલી: સરકારે ખરીદેલ ટેકાના ભાવની તુવેરની ચોરી: સાવરકુંડલાના બાઢડાના ગોડાઉનમાંથી અઢી લાખની તુવેરની ચોરી થઈ: ગોડાઉનના શટરના તાળા તોડીને તસ્કરો 90 ગુણી તુવેર ચોરી ગયા access_time 12:48 am IST