Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

મહેમદાવાદ તાલુકાના વરસોલામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 9 શકુનિઓની ધરપકડ કરી

મહેમદાવાદ:તાલુકાના વરસોલામાંથી ગાંધીનગર વિઝિલન્સ સ્ક્વોડે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવાના કેસમાં મહેમદાવાદના પોસઈને સસ્પેન્ડ કરવામાં આવતા જિલ્લાનું પોલીસ તંત્ર સફાળુ જાગ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. કમળા ચોકડી ઉપરથી વિદેશી દારૂ ઝડપી પાડ્યા બાદ ગઈકાલે સાંજે મંજીપુરામાં ધમધમતા હાઈફાઈ જુગારધામ ઉપર દરોડો પાડી નવ નબીરાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ રૂરલ પોલીસે ગઈકાલે સાંજે મળેલ માહિતી આધારે નડિયાદ મંજીપુરા સુંદરવન સોસાયટીમાં ધમધમતા જુગારધામ દરોડો પાડ્યો હતો જેમાં પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા હતા. જેમાં અંકીત રજનીકાંત પટેલ (રહે. ધનસુરા), પરેશભાઈ કાંતીભાઈ ત્રિવેદી (રહે. નડિયાદ), વિક્રમ ડાહ્યાભાઈ સોઢા (રહે. નડિયાદ), મનોજભાઈ વાઘજીભાઈ પરમાર (રહે. નડિયાદ), કિરીટ ડાહ્યાભાઈ પટેલ (રહે. અરેરા), પ્રજ્ઞેશ રાવજીભાઈ પટેલ, ડાહ્યાભાઈ પટેલ, જીમી બચુભાઈ પટેલ (રહે. નડિયાદ), કમલેશ ધનજીભાઈ વાઘેલા, હસમુખભાઈ અંબાલાલ વાઘેલા (રહે. નડિયાદ) નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો અંગજડતી તેમજ દાવ ઉપરથી મળી કુલ રૂપિયા ૫૭,૯૨૦ કબજે કર્યા હતા.

નડિયાદ રૂરલ પોલીસે કમળામાંથી વિદેશી દારૂ તેમજ મંજીપુરામાંથી જુગારધામ ઝડપી પાડતા છનાછપને દારૂ -જુગારની પ્રવૃત્તિ ચલાવતા તત્વોમાં ફફ્ડાટ વ્યાપી ગયો છે. આ સ્થળો ઉપરાંત નડિયાદ, વડતાલ તેમજ જિલ્લામાં આજુબાજુના ગ્રામ-શહેર વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાઓ પોલીસની રહેમનજર હેઠળ ધમધમતા હોવાનું જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. નડિયાદ હાર્દસમા સ્ટેશન વિસ્તારમાં પણ જુગારની પ્રવૃત્તિ ધીમે ધીમે ધમધમવા લાગી છે. અગાઉ નડિયાદ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો અડ્ડો મળી આવતા રેલવેના પોસઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નડિયાદ ઉપરાંત અન્ય સ્થળે ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિને ડામવા કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:45 pm IST)
  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST

  • તાલાલા સાસણ રોડ પર જંગલ વિસ્તારમાં આગ ભભૂકી :મુખ્યમાર્ગની નજીકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :છેલ્લી 20 મિનિટથી આગ ચાલુ છત્તા તંત્ર અજાણ હોવાનું જાણવા મળે છે સત્તાવાર સમર્થન અને વધુ વિગત મેળવાઈ રહી છે access_time 12:50 am IST

  • બનાસકાંઠા ;રાજસ્થાનના RTO દ્વારા હપ્તા માટે ટ્રક ડ્રાયવરને રોકી રાજસ્થાન પરિવહન વિભાગ હપ્તા માંગણી કરતો વિડીયો વાયરલ :ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક ડ્રાયવરો અને RTO વચ્ચે થઇ ઝપાઝપી :દારૂના નશામાં RTO વિભાગના કર્મચારીઓ ટ્રક કરી રહ્યા છે હેરાન access_time 1:22 pm IST