Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રક્ષાત્મક નીતિ અપનાવીને સસ્તા ક્ષેત્રોમાં નજર દોડાવવાનો સમય

અમદાવાદઃ ભારતીય ઈકિવટી અત્યારેએ તબક્કે છે. જયાંથી કોઈપણ રોકાણની પસંદગીમાં ઉતાવળ દાખવી ન શકે અથવા તો કોઈના રોકાણમાં વધુ પડતી સાવધાની રાખે તો રહી જવાનું જોખમ છે. ક્રિકેટની ભાષામાં કહીએ તો આપણે મધ્યવર્તી ઓવર્સમાં છીએ. આ એ સમયે છે જયારે ખેલાડીઓ પોતાની ઈનિંગ સુદૃઢ કરે છે અને રન બનાવવાનું જાળવે છે. વિક્રેટ અટપટી હોય તો વિકેટ પણ બચાવવી પડે છે.

અહીં બજારનો પણ મધ્યવર્તી ઓવર્સમાં મૂલવીએ છીએ. પહેલા તો શેરના ભાવો મૂલ્યવાન છે. ભાવ- આવક (પીઈ) રેશિયો ૨૦ ગણો છે અને તે ૧૭ ગણી આવકોના સ્તરના સરેરાશ મૂલ્યાંકનથી ઊંચી બાજુ છે. ગુણવત્તાસભર શેર કોઈ સસ્તા નથી. માર્કેટ કેપ- ટુ- જીડીપીના આધારે પણ બજાર સસ્તું નથી, તેવો મત આઈસીઆઈસીઆઈ પ્રડેન્શિયલ મિડ અને સ્મોલ કેપ્સમાં પ્રાઈસ- ટુ- અર્નિંગ ૪૦થી ઊંચા છે. ત્યારે મોટાભાગના શેર ખર્ચાળ બન્યા છે.

(3:58 pm IST)