Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

શિક્ષણ માફિયા બેફામ : વાલીઓ લૂંટાઇ રહ્યા છે

કારકિર્દીના ઉંબરે ધો. ૧૨ પછી શું? કોંગ્રેસની ઇ-બુક લોન્ચ થઇ : ચુંટણી સમયે ફી ઓછી કરી નાંખીના બણગા ફૂંકયા અને પૂરી થયા પછી શાળા સંચાલકોને બેફામ બનાવી છૂટ!!

રાજકોટ તા. ૫ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 'કારકિર્દીના ઉંબરે' ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા અને વિપક્ષ નેતા શ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રવકતા ડો.મનીશ દોશી અને તેમની ટીમે તૈયાર કરેલા આ પુસ્તકના વિમોચન બાદ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના ૨૨ વર્ષના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે. સરકાર ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે દુર્લક્ષ સેવી રહી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. વિપક્ષ નેતાએ કહ્યું કે, ભાજપના રાજમાં શિક્ષણ માફિયા બેફામ બનતાં, સરકાર ફી નિયંત્રણના કાયદાનો અમલ કરાવી શકતી નથી.કોંગી આગેવાનોએ કહ્યું કે, ચૂંટણી સમયે ભાજપે ખાનગી શાળાઓમાં ફી ઓછી કરી નાંખી તેવા દાવા કરતા હોર્ડિંગ્સ લગાવ્યા હતા. જોકે ચૂંટણી પૂરી થયા પછી વાલીઓ લૂંટાય તે માટેનો પરવાનો આપી દીધો એટલે શાળા સંચાલકો બેફામ બન્યા છે અને મોંઘીદાટ ફી વસૂલી રહ્યા છે.

(11:20 am IST)
  • અમદાવાદ : ગુજરાત રાજ્યના ડીજીપીએ મીડિયાને બ્રિફિંગ કરવા બાબતે અધિકારીઓને કર્યો આદેશ : કમીશ્નરેટ વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનર અને જિલ્લામાં નાયબ પોલીસ અધિકક્ષએ જ બ્રિફિંગ કરવા જણાવ્યું: બ્રિફિંગ કરતી વખતે ખાખી વર્દી પહેરવી ફરજીયાત : આ બાબતનું પાલન નહિ કરનાર સામે પગલાં લેવાશે access_time 1:33 pm IST

  • સુનંદા પુષ્કર હત્યાકાંતઃ શશી થરૂર પર ચાલશે કેસઃ ૭ જૂલાઇએ આરોપી તરીકે કોર્ટમાં હાજર રહેશે access_time 3:22 pm IST

  • રાજકોટ ડાંગર કોલેજમાં બોગસ ડિગ્રીનો મામલો :જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુ મહેતાની એસઓજીએ પૂછપરછ કરી :જિલ્લા ભાજપ કાર્યાલયથી ભાજપના અગ્રણી નેતાની અટકાયત :ડાંગર કોલેજના ટ્રસ્ટના પ્રમુખ છે ભાનુ મહેતા access_time 12:40 am IST