Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ગુજરાત ચેમ્બરની ચૂંટણી ટળી :તમામ બેઠકો બિન હરિફ જાહેર

મોડી સાંજે ભાર્ગવ ઠક્કર માની ગયા :સિનિયર વાઇસ પ્રેસિડેન્ડ તરીકે દુર્ગેશ બૂચ અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હેમંતશાહ કાર્યભાળ સંભાળશે

 

અમદાવાદ;ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી ટળી છે ભાર્ગવ ઠક્કરની ઉમેદવારી પરત ખેંચાતા ચૂંટણી પર પુર્ણ વિરામ ગયુ છે ગુજરાત ચેમ્બરની ઉપ પ્રમુખ પદ માટેની જે ચૂંટણી યોજાવાની હતી તે બેઠક પર પણ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધુ છે. આ બેઠક પણ બિન હરિફ જાહેર થઇ છે. ગુજરાત ચેમ્બરની ચૂંટણી ટળી છે સાથે તમામ બેઠકો બિન હરિફ જાહેર થઇ છે. તમામ કેટેગરીની સીટો બિન હરિફ જાહેર થઇ છે

 હવે ગુજરાત ચેમ્બર ચૂંટણીમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ડ તરીકે દુર્ગેશ બૂચ અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હેમંતશાહ કાર્યભાળ સંભાળશે. જો કે ભાર્ગવ ઠક્કરે ચૂંટણી ટળી જાય અને ચેમ્બના હિતમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી હોવાનું જણાવ્યુ છે. શાહ અને ઠક્કર બંને ઉમેદવારો પહેલા લડી લેવાના મૂડમાં હતા જો કે સિનિયર સભ્યો ચૂંટણી ટળી જાય તેના માટે જોરશોરથી પ્રયાસ હાથધર્યા હતા. જો કે સોમવારે મોડી સાંજે ભાર્ગવ ઠક્કર માની જતા હેમંત શાહનો માર્ગ મોકળો કરી આપતા પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને આ બેઠક પર બિન હરિફ જાહેર કરી દીધી હતી

(11:42 pm IST)