Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ગુજરાત પોલીસની મોબાઇલ પોકેટ કોપ એપ્લિકેશનને દિલ્હી કોન્ફ્રન્સમાં 'ફિક્કી સ્પેશિયલ જ્યુરી એવોર્ડ' અર્પણ

ગાંધીનગરઃ -ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસની મોબાઇલ પોકેટ કોપ એપ્લિકેશનને ફિક્કી સ્પેશિયલ જ્યુરી એવોર્ડ એનાયત કરાયો હતો દિલ્હી ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી વિજય ગોયલના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો

  અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે 16 એપ્રિલ 2018ના દિવસે ગાંધીનગર ખાતે પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. પોકેટ કોપ પ્રોજેક્ટમાં ચાર એપ્લિકેશન છે. જેમાં પાસપોર્ટ વેરીફીકેશન, ગુનેગારોની શોધ, વાહન શોધ તથા ગુમ થયેલી વ્યક્તિઓની શોધનો સમાવેશ થાય છે. રાજ્યના નાગરિકોને પોલીસ તરફથી મળતી સુવિધાઓમાં ઝડપ વધે અને કામમાં પારદર્શક્તા આવે તે હેતુથી પોકેટ કોપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો

   FICCI દ્વારા “SMART Policing Award 2018 for Best Practices Policing for Citizen” માટે દેશભરમાંથી કુલ 200 અરજીઓ આવી હતી. જેમાં ગુજરાત પોલીસની મોબાઇલ કોપ એપ્લિકેશનને એવોર્ડ આપવામાં આવ્યો છે.

(11:11 pm IST)
  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST

  • સ્ક્રેપના કોન્ટ્રાકટર પાસેથી બોફોર્સમાં તોપ અને ટેન્કના ગોળા મળતા ખળભળાટ ;પાકિસ્તાન સરહદે સ્થિત જેસલમેરમાં મોટી કાર્યવાહી :પોખરણ ક્ષેત્રમાંથી સ્ક્રેપ ખરીદનાર એક મોટા કોન્ટ્રાકટરના ગોદામમાથી મોટી સંખ્યામાં ગોળા જપ્ત :સેનાના ઇન્ટેલિજન્સે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો :સૈન્ય અધિકારીઓ પહોંચ્યા :બૉમ્બ-ગોળાની ગણત્રીચાલુ access_time 1:25 am IST

  • પેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST