Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ગરૂડેશ્વર તાલુકાના ખડગદામાં ઘર કંકાશના સમાધાન માટે બોલાવી પરિણીતા અને તેના પિયારીયાઓ સાથે મારપીટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામે પતિ પત્ની વચ્ચેના ખટરાગમા ગૃહકલેશ પેદા થતા પતિ એ પત્નીને તને છૂટા છેડા આપવાના છે તેમ કહી ગત ઘરેથી કાઢી મૂકી હતી, ત્યાર બાદ આ બાબતે સમાધાન કરવાનું છે તેવું જણાવી સાસરી પક્ષના કનુભાઈ લક્ષમણભાઈ તડવી, હરિશંકર કનુભાઈ તડવી, અને બીપીનભાઈ કનુભાઈ તડવી તમામ રહે ધાવડી તા.ગરૂડેશ્વરનાઓએ ખડગદાની સિમમા આવેલી દરગાહ પાસે સમાધાન માટે બોલાવતા ફરિયાદી તેમજ તેઓ ની બહેન, ભાઈ તેમજ કાકી બોલવેલા સ્થળ ઉપર સમાધાન અર્થે ગયા હતા.
ત્યા વાતચીત દરમિયાન આરોપી ઓ એ ઉશ્કેરાઈ જઈ  ગાળો બોલી રેણુકાબેન હરિશંકર તડવીના ભાઈ તેમજ કાકીને ધિકાપાટુંનું મૂઢ માર મારી ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જાન થી મારી નાખવાની ધમકીઓ આપી સ્થળ ઉપરથી  ફરાર થઈ ગયાં હતાં. આ બાબતની પોલીસ ફરિયાદ કેવડીયા પોલીસ મથકે નોંધાઈ છે .

(11:10 pm IST)
  • ગોવામાં કોરોના પોઝિટિવિટી રેટ, દેશભરમાં સૌથી વધુ 51.67% છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:40 pm IST

  • ગુજરાતના ભૂતપૂર્વ કેબીનેટ પ્રધાન શંકરભાઈ ચૌધરીને કોરોના પોઝીટીવ આવ્યો છે access_time 6:30 pm IST

  • પોરબંદરમાં આજે ર૩ મૃતદેહને અન્‍નસંસ્‍કાર કરાયો હતો જેમાં ર કોરોનાનો સમાવેશ થાય છે access_time 11:23 pm IST