Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ભિલોડા તાલુકાના જેશીંગપુર નજીક કાર-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવતી સહીત બે અન્ય શખ્સોના મોતથી અરેરાટી

ભિલોડા:તાલુકાના જેશીંગપુર પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.કાર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલક અને સવાર રોડ ઉપર પટકાયા હતા.જેમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાબડતોડ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.જયાં સારવાર દરમિયાન બાઈક ચાલક અને સવારનું મોત નીપજયું હતું. બનાવ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.

ભિલોડાના ભૂતાવડ છાપરા ગામના સંજયભાઈ બોદર (..૨૫) અને ધંબોલીયાના કાજલબેન નિનામા(..૨૧) મોટર સાયકલ લઈ જેશીંગપુર ગામ પાસેથી પસાર થઈ રહયા હતા.તે દરમિયાન સામેથી આવતી અલ્ટ્રો ગાડી નંબર જીજે.૩૧.બી.૦૩૯૬ ના ચાલકે પુરઝડપે હંકારી સામેથી ટક્કર મારી હતી.જેથી કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલક સંજયભાઈ અને પાછળ બેસેલ કાજલબેન રોડ ઉપર પટકાયા હતા.જેમાં બંનેને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.પરંતુ જીવલેણ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા સંજયભાઈ અને કાજલબેનનું  સારવાર દરમ્યાન મોત થયું હતું. જયારે અકસ્માત સ્થળેથી કાર મૂકી ચાલક નાસી છુટયો હતો.

બનાવની જાણ પરિવારજનોને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પરંતુ અકસ્માતમાં બાઈક ચાલક અને સવારનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી. બનાવ અંગે દિલીપભાઈ સુકાભાઈ બોદર રહે.ભૂતાવડ છાપરાતા.ભિલોડા નાઓએ ભિલોડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:17 pm IST)
  • રાજકોટમાં સતત બીજા દિવસે પવનના જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં બપોરે ૪૦.૪ ડીગ્રીઃ ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છેઃ સાંજ સુધીમાં ૪૧ ડીગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના access_time 3:47 pm IST

  • અત્યારે સવારે ૧૦ વાગે શક્તિકાન્ત દાસ શું જાહેરાત કરશે ? સહુની નજર રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ અત્યારે સવારે ૧૦ વાગે દેશ સમક્ષ કોઈ મહત્વની વાત કરશે તેમ ન્યુ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે. access_time 9:21 am IST

  • સુપ્રિમ કોર્ટે કોરોના કાળમાં અબજા રૂપિયાના સેન્ટ્રલવિસ્ટા પ્રોજેકટનું કામ રોકવાની માંગણી કરતી જાહેર હિતની રીટ પીટીશન ઉપર સુનાવણી હાથ ધરવા હા પાડી છે access_time 12:00 pm IST