Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

મોડાસાના ફાતિમા પાર્ક સોસાયટીમાં પરિણીતાને અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપી પૈસાની માંગણી કરી પરેશાન કરનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

મોડાસા:શહેરના ફાતીમા પાર્ક સોસાયટીમાં રહેતી યાસ્મીનબાનુ અબ્દુલહકીમ શેખના લગ્ન સમાજના રીત રીવાજ મુજબ મહિસાગર જિલ્લાના સરાડીયા ગામના યુનુસભાઈ સત્તારભાઈ ઘાંચી સાથે થયા હતા.શરૂઆતમાં લગ્ન જીવન સુખમય રીતે ચાલતુ હતું. સાસરીમાં સંયુક્ત કુટુંબમાં રહેતા હતા.ત્યાર બાદ નાની-નાની બાબતે વાંધા-વચકા પાડી હેરાન પરેશાન કરાતી હતી. યાસ્મીનબાનું નોકરી કરતા હોઈ તેઓના પતિ યુનુસભાઈ વારંવાર પૈસાની માંગણી કરતા હતા.મને મારા બાળકના ખર્ચના પૈસા પણ આપતા નથી,આખો પગાર મને આપી દે તેવી માંગણી કરી પરેશાન કરાતી હતી.વારંવાર શારિરીક માનસિક ત્રાસ  આપી પૈસા ની માંગણી કરાતી હતી. આખરે ત્રાસ સહન થતાં અંગે યાસ્મીનબાનુ .રહીમ શેખે મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં યુનુસભાઈ સત્તારભાઈ ઘાંચી (પતિ)સત્તારભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચી (સસરા)જુબેદાબેન સત્તારભાઈ ઘાંચી(સાસુ) અને નજમાબેન સત્તારભાઈ ઘાંચી (નણંદ) તમામ રહે. સરાડીયાતા. વિરપુરજિ.મહિસાગર નાઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. મહિલા પોલીસે સાસરી પક્ષના સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:14 pm IST)
  • પોરબંદરમાં આજે ર૩ મૃતદેહને અન્‍નસંસ્‍કાર કરાયો હતો જેમાં ર કોરોનાનો સમાવેશ થાય છે access_time 11:23 pm IST

  • આજે પોરબંદરમાં 37 મૃતદેહને ને અગ્નિદાહ આપવામાં આવ્યો જેમાં પાંચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે : પોરબંદરમાં સ્મશાન ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે access_time 10:38 pm IST

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે 8.30 કલાકે ફરી રાજ્યને સંબોધન કરશે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:41 pm IST