Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

વિરમગામ-બહુચરાજી હાઇવે નજીક અકસ્માતના બનાવમાં ભરખમ વધારો: અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા યુવાનનું ઘટનાસ્થળેજ મોત

વિરમગામ :વિરમગામ-બહુચરાજી હાઇવે ઉપર અવાર-નવાર અકસ્માતોના બનાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વિરમગામ - વીઠ્ઠલાપુર હાઇવે ઉપર એંદલા રોડ ઉપર અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા ઘટના સ્થળે આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું.

ઉપરોક્ત બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી વિગત મુજબ દસલાણા ગામના રહીશ આશિષભાઇ રસીકભાઇ પટેલ પોતાના ઘરેથી મોટરસાયકલ લઇને એંદલા ગામે આવેલ એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલ હતો. એંદલા ગામથી પૈસા ઉપાડી મોટરસાયકલ ઉપર દસલાણા પરત આવી રહ્યો હતો ત્યારે સાંજના વિરમગામ તરફથી આવતી કારના ચાલકે ગફલતભરી રીતે પૂરઝડપે રોડની રોંગ સાઇડમાં આવી મોટરસાયકલને ટક્કર મારી  નાસી છૂટયો હતો.

બનાવમાં મોટરસાયકલ ચાલકને માથાના, શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે  કરૂણ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દસલાણા ગામના આશાસ્પદ યુવાનનુંમોતથતા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ હતી. મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવી હતી.

(5:07 pm IST)
  • ત્રણ લોકસભા અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ મુલતવી રહી કોરોના મહામારીની બીજી લહેરને કારણે ચૂંટણી પંચે દાદરા નગર હવેલી સહિત ત્રણ લોકસભાની અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખેલ હોવાનું જાહેર કરેલ છે. access_time 9:36 pm IST

  • આજે પોરબંદરમાં 37 મૃતદેહને ને અગ્નિદાહ આપવામાં આવ્યો જેમાં પાંચ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે : પોરબંદરમાં સ્મશાન ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે access_time 10:38 pm IST

  • ગોવામાં કોરોના પોઝિટિવિટી રેટ, દેશભરમાં સૌથી વધુ 51.67% છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:40 pm IST