Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

તરોપા બસ સ્ટેન્ડ પાસે જીપમાં 07 માણસો બેસાડી જનાર ચાલક વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના તરોપા ગામના બસ સ્ટેન્ડ પાસે જીપમાં સાત માણસો બેસાડી પકડાયેલા ચાલક સામે આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આમલેથા પીએસઆઇ એસ.ડી. પટેલની ફરિયાદ પ્રમાણે તેમની ટિમ તરોપા વાહન ચેકીંગમાં હતી એ સમયે ભુપતભાઇ નાગજીભાઈ વસાવા(રહે. વાઘેથા તા.નાંદોદ) નાઓએ પોતાના કબજાની મહિંદ્રા કંપનીની કમાન્ડર જીપ ગાડી નંબર GJ 09.B.4296 માં સાત માણસો બેસાડી લાવી પકડાઈ જતા જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે.

(12:18 pm IST)
  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધુણ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 593 અને ગ્રામ્યના 133 કેસ સાથે કુલ 726 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • ગુજરાતના ભૂતપૂર્વ કેબીનેટ પ્રધાન શંકરભાઈ ચૌધરીને કોરોના પોઝીટીવ આવ્યો છે access_time 6:30 pm IST

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે 8.30 કલાકે ફરી રાજ્યને સંબોધન કરશે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:41 pm IST