Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

નાનામાં નાનો સીએ પણ તગડી કમાણી કરે છે

આજના જમાનામાં વેપારીઓ કે ઉદ્યોગોને સીએ વગર નથી ચાલતુ : ડીમાન્ડ જબરી છે

અમદાવાદ,તા. ૫ : એક જમાનામાં ટીપીકલ એકાઉન્ટનું કામ કરતા લોકોને હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહેવાય છે અને તેઓ વ્યાપારીઓ અને ધંધા રોજગારવાળા અને ઉદ્યોગપતિઓના હિસાબોનું ધ્યાન રાખે છે અને ભલભલી મોટી કંપનીઓને આ સુટેડ બુટેડ સીએ દ્વારા ચાલતુ નથી.

અમદાવાદના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યમલ વ્યાસે જણાવ્યું હતુ કે, આજથી ૩૫ વષ પહેલા હું સીએમમાં અભ્યાસ કરતો હતો ત્યારે એટલે કે ૩૫-૪૦ વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર ૬૦૦ જેટલા સીએ હતા અને જેમ કે રાજ્યમાં વ્યાપાર ઉદ્યોગને અને કંપનીઓ વધતા તેઓની સંખ્યા ૨૦ થી ૨૫,૦૦૦ થઇ છે અને આમાંથી એકને સમય નથી બધા મોટી મોટી ફાઇલો અને પોર્ટફોલીયો પર કાર્યરત છે.

તેઓ પોતાના વ્યવસાયની છણાવટ કરતા કહ્યુ કે, અમારા સમયમાં બે જ મોટા કાયદા હતા. ઇન્કમટેકસ અને કંપની એકટ, જ્યારે છેલ્લા ૪૦ વર્ષમાં ટેકસનું સરળીકરણ કરવા છતા અનેક આંટીઘૂંટી છે. એટલે મોટી કંપનીઓ જ નાના વ્યાપારીઓ અને પ્રોફેશનલ્સને સીએની સેવાઓ લેવી જ પડે છે. નાનામાં નાના સીએ પાસે એટલુ કામ છે કે તે રમતા રમતા ૫-૬ લાખ કમાઇ લે છે. અને મોટી સીએ કંપનીઓ તો કરોડો કમાય છે. કારણ કે ઉદ્યોગોને ટેકસ બચાવી કેમ વધુ આવક કમાવી તેના કિમીયા તેઓનો સીએ બનાવે છે. આજે મોટા મોટા ડોકટરો અઢળક કમાય છે અને જો તેઓ સીએને હાયર નહીં કરે તો તેઓને વધુ ટેકસ ભરવો પડશે. અને વ્યાપારીઓ તો માહિર હોય છે. છતાં સીએને શરણે જાય છે.

ધીરે ધીરે બદલાતી સ્થિતીમાં ૮-૧૦ સીએ સાથે મળીને કંપની બનાવી જબરદસ્ત પ્રેકિટસ કરી રહ્યા છે.

ખાસ કરીને નવા જીએસટી અને સીજીએસટી અને ઇન્ટેકયુલ પ્રોપર્ટીઝના કાયદા આવ્યા. તેઓને કામનું ભારણ વધી ગયું છે. ટેકસોનું ભારણ વધતાં ઘણા ઉદ્યોગો અને વ્યાપારીઓ પાડોશી દેશોમાં શીફટ થઇ ગયો છે અને સાથે તેઓના સીએ વિકસીત દેશોમાં તો મોટી મોટી ફર્મ્સ હવે આ જવાબદારી સંભાળે છે.

આમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક ખૂબ મોભાદાર અને હાઇ ઇન્કમ ગ્રુપમાં પોતાનું સ્થાન ગોઠવીને કામ કરી રહ્યા છે. અમદાવાદની જુની સીએ ફર્મની આજે પણ બહુ મોટી શાખ છે.

(11:23 am IST)
  • અભિનેતા અરવિંદ ત્રિવેદી વિશે ભારે અફવા ચાલી સુપ્રસિદ્ધ અદાકાર અને રાવણ તરીકે જગપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન થયાની ભારે અફવા સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. ઈ-સાઇબરપ્લાનેટ ડોટ કોમ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે અરવિંદભાઈ બિલકુલ સહી સલામત છે. access_time 9:59 am IST

  • કોરોનાને કારણે પત્રકાર વિનોદ ગજ્જરનો જીવન દીપ બુજાયો પાટણ એબીપી ન્યૂઝ ચેનલના પત્રકાર શ્રી વિનોદભાઈ ગજ્જરનું કોરોનાને કારણે અવસાન થયું છે. ઘેરા શોકની લાગણી પ્રસરી છે access_time 9:35 pm IST

  • રાજકોટમાં સતત બીજા દિવસે પવનના જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં બપોરે ૪૦.૪ ડીગ્રીઃ ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છેઃ સાંજ સુધીમાં ૪૧ ડીગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના access_time 3:47 pm IST