Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કોરોના કાળના એક વર્ષ બાદ મેયર સહિત 159 કોર્પોરેટરોના 8.11 કરોડના બજેટમાંથી 50 નંગ વેન્ટિલેટર ખરીદવા નિર્ણય

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અન્ય આનુષંગિક કાર્યવાહી ઝડપથી કરવાનો નિર્ણય કરાયો

અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને. આખરે એક વર્ષ બાદ મેયર સહિત 159 કોર્પોરેટરોના રૂ.8.11 કરોડના બજેટમાંથી 50 નંગ વેન્ટિલેટર ખરીદવાનો નિર્ણય કર્યો છે,એક કોર્પોરેટરના બજેટમાંથી 5 લાખ એમ કુલ ભાજપના 159 કોર્પોરેટરના રૂ. 7.95 લાખ અને મેયર બજેટમાંથી 16 લાખની ગ્રાન્ટ વેન્ટિલેટર ખરીદી પાછળ ખર્ચાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સત્તાવાર જાહેરાત કરી છે કે, અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બહુ આયામી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

કોવિડ-19 મહામારી આ પરિસ્થિતિ ધ્યાને લઇને સને 2021-22ના ભાજપના 159 કોર્પોરેટરના બજેટમાંથી 5 લાખ તેમજ મેયરના સ્પેશિયલ બજેટમાંથી 16 લાખ મળી કુલ રૂ.8.11 કરોડના ખર્ચે 50 નંગ વેન્ટિલેટર ખરીદી માટે ફાળવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં અન્ય આનુષંગિક કાર્યવાહી ઝડપથી કરવાનો નિર્ણય કરાયો છે.

(11:15 pm IST)