Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

સાવલી તાલુકાના ભાદરવા રોડ નજીક જિલ્લા એસઓજીએ ચોરીના બે બાઈક સાથે એક વાહનચોરને ઝડપી પાડયો

સાવલી:તાલુકાના ભાદરવા રોડ પરથી જિલ્લા એસઓજીએ ચોરીની બે બાઇક સાથે એક વાહનચોરને ઝડપી પાડયો હતો. રિઢો વાહનચોર મોબાઇલચોરીમાં પણ સંડોવાયો હોવાનું બહાર આવતા તેની પાસેથી મોબાઇલો પણ કબજે કરાયા હતાં.

અંગેની વિગત એવી છે કે ભાદરવા રોડ પર જિલ્લા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે રમેશ ઉર્ફે લાલા ઉર્ફે ગણપતિ કાંતિભાઇ ભાટિયાને રોકી તેની પાસેની બાઇક અંગેના કાગળો માંગતા તેની પાસે મળ્યા હતા તેમજ તેની પૂછપરછ કરતા બાઇક ડાકોરમાં આઇટીઆઇ કમ્પાઉન્ડમાંથી ધૂળેટીના દિવસે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેની વધુ પૂછપરછ કરતા બે માસ પહેલા વડોદરા નજીક વાસણાકોતરીયા ગામેથી પણ એક બાઇક ચોરીનું જણાવતા પોલીસે બાઇક એક ખેતરમાંથી કબજે કરી હતીઆ ઉપરાંત ભાદરવા પોલીસ સ્ટેશનની હદમાંથી પણ બે બાઇક ઉઠાવી હોવાનું જણાવતા પોલીસે અગાઉ બંને બાઇક કબજે લીધી હતી. રમેશ ઉર્ફે લાલા પાસેથી પોતાનો એક ઉપરાંત અન્ય ચાર મોબાઇલ પણ મળ્યા હતાં. ચાર મોબાઇલ પણ ચોરીના હોવાનું જણાવતા તેની પાસેથી કબજે કરવામાં આવ્યા હતાં.

(5:19 pm IST)