Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ સીસીટીવી કેમેરામાં કેદઃ ધો.૧૦માં ૪૨ અને ધો.૧૨માં ૨૨ વિદ્યાર્થીઓ સીસીટીવી ફુટેજમાં નજરે ચડ્યા

પાટણઃ  પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે લેવાયેલ બોર્ડની પરીક્ષાઓમાં મોટા ભાગના પરીક્ષા કેન્દ્રો પર C.C.T.V. અને ટેબલેટની નજર હેઠળ પરીક્ષા લેવામાં આવી હતી. જેથી પરીક્ષામાં જો કોઈ વિદ્યાર્થી ચોરી કે ગેરરીતિ કરતો હોય તો ઝડપાય. ત્યારે બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે જયારે પરિણામની તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈને પરીક્ષા કેન્દ્રો પર લાગેલ C.C.T.V. અને ટેબલેટના ફુટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રો પર લાગેલ C.C.T.V. ફુટેજની આશરે 1993 જેટલી CD તૈયાર થઇ છે. જેની છેલ્લા એક મહિનાથી જીણવટભરી ચકાસણી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

પાટણ શિક્ષણ સેવા વર્ગ 02 અધિકારી આચાર્ય ડો. અશોક ઠક્કરે જણાવ્યું કે, તાજેતરમાં લેવાયેલ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા જિલ્લાના કુલ 128 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવાઈ. જે 128 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાની કામગીરી સી સી ટી વીથી નજર રાખવામાં આવી રહી હતી. જેથી પરીક્ષામાં ગેરરીતિ કે અન્ય પ્રવૃત્તિ ડામી શકાય.

જો વાત કરીએ C.C.T.V. ફુટેજની તૈયાર થયેલ CDની તો, ધોરણ 10ની 1225 અને ધોરણ 12ની 768. આમ કુલ 1993 CDની ચકાસણી કરવામાં આવી. જેની ચકાસણી દરમ્યાન આશરે 64થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ કરતા ઝડપાયા છે. જેમાં ધોરણ 10માં આશરે 42, જયારે ધોરણ 12માં આશરે 22.

C.C.T.V. ફુટેજની આશરે 1993 CDની ચકાસણી દરમયાન 64 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા છે, અને આ વિદ્યાર્થીઓને પોતે કરેલ ચોરી અને ગેરરીતિ નો ખુલાસો કરવા અને સાંભળવા બોલાવવામાં પણ આવ્યા હતા.

કેવી રીતે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ અને ચોરી કરી રહ્યા છે, જોઈએ C.C.T,V. ફુટેજમાં

_ પરીક્ષામાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને બિન્દાસ્ત કાપલી આપી રહ્યો છે.

_ તો વિદ્યાર્થી પોતાના ખિસ્સામાંથી જરા પણ ડર વગર કાપલી કાઠીને સપરિમેન્ટ્રી અને પેપર વચ્ચે રાખીને લખી રહ્યો છે.

_ તો એક વિદ્યાર્થીની પોતાની પાછળ પરીક્ષા આપતા વિદ્યાર્થીને બિન્દાસ્ત ડર વિના જ કાપલી આપી રહી છે.

_ તો એક વિદ્યાર્થી જરા પણ ડર વગર ખિસ્સામાંથી કાપલીઓનો જથ્થો કાઠીને જે પ્રશ્ન પુછાયો છે, તે શોધી ને લખી રહ્યો છે.

અને આ બધી જ ગેરરીતિ અને ચોરી પરીક્ષાખંડમાં હાજર સુપર્વાઇઝરની થોડી હલચલ દરમ્યાન જ થઇ રહી છે.

(8:08 pm IST)