Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

વટવા-મણિનગર રેલવે ટ્રેક પર ગાયો વચમાં આવતા 3 ટ્રેનોને રોકવામાં આવી

અમદાવાદ: રેલવે સ્ટેશન તરફ આવતી ૩ ટ્રેનોને આજે શુક્રવારે મોડી સાંજે વટવા-મણિનગર રેલવે ટ્રેક પર જુદા જુદા અંતરે ૨૫ મિનિટ સુધી રોકી રખાતા મુસાફરો અધવચ્ચે અટવાઇ પડયા હતા. રેલવે ટ્રેક પર ગાય આવી ગઇ હોવાથી તેને દુર કરવા માટે રેલવેના સ્ટાફને દોડાવાયો હતો. ગાયને દુર કર્યા બાદ ટ્રેન વ્યવહાર પૂન: શરૃ કરાયો હતો. શુક્રવારે સાંજે ૬:૩૦ કલાકે ૬૯૧૨૭ નંબરની આણંદ-અમદાવાદ મેમુ, ૧૨૬૫૬ નંબરની ચેન્નાઇ-સેન્ટ્રલ અમદાવાદ એક્સપ્રેસ અને ૦૧૭૧૦ જબલપુર-ભુજ એક્સપ્રેસને અમુક અંતરે રોકી રાખવી પડી હતી. કુતુહલ વશ ટ્રેનના મુસાફરો પણ નીચે ઉતરી ગયા હતા. અને ટ્રેનોને અચાનક કયા કારણોસર રોકી રાખવામાં આવી છે. તે અંગે એકબીજા સાથે પુચ્છા કરતા હતા. જોકે ૨૫ મિનિટ બાદ આ ટ્રેનોને સિગ્નલ મળતા તમામ ટ્રેનોને વારાફરથી જવા દેવામાં આવી હતી. આ અંગે અમદાવાદ વિભાગના પીઆરઓના જણાવ્યા મુજબ રેલવે ટ્રેક પર ગાય આવી ગઇ હોવાથી ટ્રેનોને રોકી રાખવાની ફરજ પડી હતી. ગાયને રેલવે ટ્રેક પરથી દુર કરાયા બાદ આશરે ૨૫ મિનિટ બાદ ટ્રેનોને રવાના કરાઇ હતી. પુનિતનગર રેલવે ક્રોસિંગ, જશોદાનગર કેડીલા બ્રિજ અને મણિનગર દક્ષિણી ખોડીયાર માતાના મંદિર પાસે આ ત્રણ સ્થળો એ ટ્રેનો રોકી રખાઇ હતી.

(5:56 pm IST)