Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

સુરતમાં ઘરની ગેલેરીમાંથી ડોકીયુ કાઢવા જતા પટકાઇ જતા ૩ વર્ષના બાળકનું મોત

સુરતઃ સુરતમાં અેક ૩ વર્ષનો બાળક  ફ્લેટની બાલકનીમાંથી નીચે ડોકિયું કાઢવા જતાં નીચે પટકાયું હતં. બાળકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

ઘટનાની વિગત અનુસાર વહેલી સવારે બાળક પોતાના ઘરની ગેલેરીમાંથી ડોકિયું કાઢવા જતાં નીચે પટકાયો હતો.  બાળક નીચે પડ્યાની જાણ થયા બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં ફરજ પર હાજર રહેલા ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.

(5:46 pm IST)