Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

અરવલ્લીના મેઘરજના ઇસરી ગામ પાસે હિટ અેન્ડ રનઃ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અેક યુવાનનું મોત, અેક ગંભીર

અરવલ્લીઃ અરવલ્લીના મેઘરજના ઇસરી ગામ પાસે અેક હિટ અેન્ડ રનની ઘટનામાં અેક યુવકનું મોત થયું છે અને અેકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્‍પિટલે ખસેડાયો છે.

આજે વહેલી સવારે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર બે લોકોમાંથી એકનું મોત નિપજ્યું હતું અને બીજો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને સમગ્ર મામલે ગુનો નોંધીને ફરાર વાહન ચાલકને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

(5:40 pm IST)