Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

તા.૭ મે થી ૧૨ મે ૨૦૧૮ દરમ્યાન યોગ, આયુર્વેદ અને એલોપથીનો પવિત્ર સમન્યવ ધરાવતી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ અમદાવાદ ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ

             અમદાવાદ તા. ૫  સૌથી પ્રાચીન અને સૌથી અર્વાચીન અદ્યતન સુવિધાઓ સાથે યોગ, આયુર્વેદ અને એલોપેથીનો પવિત્ર સમન્વય એટલે SGVP હોલિસ્ટિક હોસ્પિટલ, જેનું ઓપનીંગ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલ છે.

    જેનું સંચાલન અેસજીવીપી અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામીના સંપૂર્ણ માર્ગદર્શન નીચે ભક્તવત્સલદાસજી  સ્વામી સંભાળી રહ્યા છે

    જ્યાં પ્રાચીન અને અર્વાચીન મેડિકલ ધારાનો સમન્વય થયો છે. ત્યાં આગામી તા. ૭ મે થી ૧૨ મી મે દરમ્યાન દરરોજ સવારના ૯ થી ૨ દરમ્યાન ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

 જેમાં નીચેના રોગોને તપાસી યોગ્ય સલાહ આપવમાં આવશે.

. ફીજીશીયન વિભાગમાં તાવ, શરદી, માથાનો દુઃખાવો, એલર્જી, ડાયાબિટીશ, હ્રદયરોગ વગેરે

.ઓર્થોપેડિક (હાડકાનો રોગો) વિભાગમાં કમર, ઘુંટણ, સાંધા, સ્નાયુના દુઃખવા, સંધિવા વગેરે

.આંખના રોગોમાં મોતિયો, વેલ, ઝામર, કીકી વગેરે.પેટના રોગોમાં આંતરડા, સ્વાદુપીંડ, વગેરે 

.ફેફસાના રોગોમાં એલર્જીશરદી, ન્યુમોનિયા, ટીબી, વગેરે, .પેઇન મેનેજમેન્ટમાં ઓપરેશન વિના દુઃખાવાની  સારવાર ૭.જનરલ સર્જરીમાં સારણગાંઠ, એપેેન્ડીક્સ, હરસ-મસા, ભગંદર સારવાર વગેરે

.ચામડીના રોગોમાં ખરજવું, ઉંદરી તેમજ અન્ય ચામડીના રોગો.દાંતના રોગોમાં રુટ કેનાલ, વાંકાચુકા દાંત, ચોકઠા વગેરે ૧૦. કાન-નાક-ગળાનો રોગો, ૧૧.સ્ત્રી રોગો તેમજ વજન ઘટાડવા તેમજ ડાયાબિટીસ કન્ટ્રોલ

  આ ઉપરાંત આ હોસ્પિટલમાં યોગ આયુર્વેદ અને એલોપથીના સમન્વય રુપ ૧૫૦ બેડની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ૪ મોડ્યુલર ઓપરેશન થિેએટર ,આધુનિક આઇ.સી.યુ. સેન્ટર, ૨૪X૭ ઇમરજન્સી ટ્રોમા સેન્ટર, હવા ઉજાસવાળી ઇન્ડોર સુવિધાઓ, આધુનિક રેડિયોલોઝી વિભાગ, પેથોલોજી લેબોરેટરી, આયુર્વેદિક પંચકર્મ થેરાપી માટે વેલનેસ સેન્ટર, નિયમિત યોગ ક્લાસ, અેમ્બ્યુલન્સ વ્યવસ્થા, આધુનિક ડાયાલિસીસ, ફેિઝીયોથેરાપી સેન્ટર વિગેરે તમામ સુવિધાઓ તેમજ નિષ્ણાંત ડોક્ટરોની અને વૈદરાજોની ટીમ ખડેપગે સેવા  આ SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં મળી શકશે.

      આ ફ્રી મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે અગાઉ રજીસ્ટ્રેશન ફરજિયાત છે. વધારે વિગત માટે SGVP, S-G હાઇવે, અમદાવાદ, તેમજ ફોનં.નં.(૦૨૭૧૭)૨૪૦ ૦૦૧ ----મો. નં. ૯૫૧૨૨ ૦૦૧૨૨  ઉપર સંપર્ક સાધવા વિનંતી.

(11:55 am IST)