Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

રાજ્યના યુવાનોના કૌશલ્ય નિર્માણ અને રોજગારી-સ્વરોજગારીના અવસરો તેમને મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે: વિજયભાઇ રૂપાણી

અમદાવાદ,તા.૪: ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૮નું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોના કૌશલ્ય નિર્માણ અને રોજગારી-સ્વરોજગારીના અવસરો તેમને મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા યુવાઓને ઝડપથી રોજગારી મળી રહે તે માટે કૌશલ્ય વિકાસના કાર્યક્રમોને અગ્રતા આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અન્વયે રાજ્યના શિક્ષિત યુવાનોને સ્કીલ બેઝ તાલીમ આપી બજારની માંગ મુજબ કૌશલ્ય ધરાવતા માનવ બળનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અશ્વિનીકુમારે વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષે બોર્ડના પરિણામો પૂર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓને કારકિર્દીની પસંદગીમાં સહાયરૂપ બનવા માટે કારકિર્દી માર્ગદર્શનવિશેષાંક પ્રસિદ્ધ કરવામાં આવે છે. ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકની પ્રતિ વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એમ તેમણે ઉમેર્યું હતું.

 

(10:04 pm IST)