Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએ પોલીસે છાપો મારી વિદેશી દારૂનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી

ખેડા:જિલ્લામાં ત્રણ અલગ સ્થળો પરથી વિદેશી દારૂનો જથ્થો સ્થાનિક પોલીસે ઝડપી પાડયો છે.ઠાસરાના કોટલીદોરામાં અને નડિયાદ તાલુકાના ડભાણ ગામની પ્રાથમિક શાળાની સામેની ખુલ્લી જગ્યામાં સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.જ્યારે વસોના મિત્રાલ રાધુપુરા વિસ્તારમાં આવેલ એક ફાર્મહાઉસની સામે એલ.સી.બી ટીમે દરોડો પાડી વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.ત્રણેય બનાવો અંગે સ્થાનિક પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડાકોર સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે કોટલીડોંરા તાબે આવેલ કૃષ્ણનગરમાં રહેતા નરેન્દ્રભાઇ ચાવડા ખાનગી રાહે ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવીને ચોરી છુપીથી વેચાણ કરે છે.જે અનુસંધાને સ્થાનિક પોલીસની ટીમે બાતમી આધારે દરોડો પાડયો હતો.પરંતુ નરેન્દ્રભાઇ ઘરમાં હાજર મળી આવેલ ન હતા.જેથી પોલીસ ટીમે ઘરની તલાસી લેતા ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં પડેલ તમાકુના રાડીયામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂા.૩,૪૦૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે ડાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:13 pm IST)