Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

વડોદરાના શિનોરના મેઈન બજારમાં સોના-ચાંદીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલ પાંચ ભેજાબાજ દુકાનમાંથી ઉઠાંતરી કરી રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના શિનોરના મેઇન બજારમાં આવેલી સોના-ચાંદીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા પાંચ ભેજાબાજો દુકાનમાંથી સોનાના દાગીના તફડાવી ફરાર થઇ ગયા હતા.

આ અંગેની વિગત એવી છે કે શિનોરમાં રહેતા ઇબ્રાહિમ ગુલામહુસેન શેખ નગરના મેઇન બજારમાં સરકારી દવાખાના પાસે સ્ટાર જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન ધરાવે છે ગઈ બપોરે તેઓ દુકાન પર હતા ત્યારે ત્રણ સ્ત્રીઓ અને પુરુષો દાગીના ખરીદવા માટે દુકાનમાં આવ્યા હતા.

પાંચે ગ્રાહકોએ સોનાના ઝુમ્મર અને સાંકડા બતાવવાનું કહેતા ઇબ્રાહીમભાઇએ ડ્રોવરમાંથી કાઢીને પાંચે ગ્રાહકોને દાગીના બતાવ્યા હતા. આ વખતે એક પૂરુષ સોનાના જોઈતા નથી ચાંદીના રજવાડી બતાવો એમ કઈ કહીને સોનાના દાગીના પરત ફર્યા હતા.

(6:09 pm IST)