Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ટિકૈત જેમના નામે ગુજરાતમાં આવ્‍યા છે તે ખેડૂતોનું જ તેમને સમર્થન મળતુ નથીઃ કાર્યક્રમો ફલોપ રહ્યા

અમદાવાદ: ખેડૂત આંદોલનના નામે દિલ્લીમાં હિંસા ફેલાવનાર અને કહેવાતા ખેડૂતોનો નેતા હાલ ગુજરાત આવી પહોંચ્યા છે. જી હા અમે વાત કરી રહ્યા છે કિસાન આંદોલનના નેતા રાકેશ ટિકૈતની જેમણે દિલ્લીમાં ખેડૂતોના ખભે બંદુક રાખી સરકાર પર નિશાનો સાધ્યો હતો. તે જ રાકેશ ટિકૈત આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પરંતુ, તેમના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે તેમના તમામ કાર્યક્રમો ફ્લોપ રહ્યા હતા. કેમ કે ટિકૈત જેમના નામે ગુજરાતમાં આવ્યા છે. તેમનો જ સમર્થન તેમને નથી મળી રહ્યો.

દિલ્લીમાં ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈત આજે આબુ રોડ આવી પહોંચ્યા હતા, અને પોતાની વાતોથી જહેર ફેલાવવાનું શરૂ કર્યું હતું. જ્યાં, ગુજરાતમાં પ્રવેશતા પહેલાંની સાથે જ તેમણે ખેડૂતોને આઝાદી અપાવવાની વાત કરી હતી. ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. રાકેશ ટિકૈત ગુજરાતમાં સમર્થન મેળવવા માટે બનાસકાંઠાથી ગુજરાતમાં પ્રવેશ્યા હતા. ગુજરાતના ખેડૂતો પાસેથી સમર્થન માંગ્યો હતો. પણ સમર્થન મળ્યું તો માત્ર કોંગ્રેસના એકલ દોકલ ધારાસભ્યોનું અને નેતાઓનું જેના સિવાય સામાન્ય ખેડૂતો જે અસલ મહેનત કરે છે. તે જોવા મળ્યા ન હતા.

રાકેશ ટિકૈત આબૂ રોડ પર આવ્યા હતા. ત્યારે, તેઓ ખૂબ જોશમાં હતા. પરંતુ જેમ જેમ તે ગુજરાત નજીક આવવા લાગ્યા તેમનો જોશ ઠંડો થવા લાગ્યો. કારણ કે તેમના કાર્યક્રમોમાં ખૂબ જ ઓછી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. ખેડૂતો કરતાં મોટી સખ્યામાં તો રાજનૈતિક પાર્ટીના કાર્યકરો જોવા મળ્યા હતા. ટિકૈટે ગુજરાતમાં પ્રવેશ મેળવવા માટે ટ્રેક્ટર રેલીનો સહારો લીધો હતો. ખેડૂત આંદોલનને તેજ કરવાનું જણાવ્યું હતું. જો કે ટ્રેક્ટર રેલી પણ એક મોટો ફ્લોપ શો જ રહ્યો હતો.

પાલનપુરમાં ટિકૈટનું સ્વાગત કાળા વાવટા અને જય શ્રી રામના નારા સાથે કરાયું હતું. જ્યાં, આવતાની સાથે જ તેમનો વિરોધ કરાયો હતો. રાકેશ ટિકૈત વાત કરે છે કે વિરોધ તો લોકસાહીનો અધિકાર છે. પણ જ્યારે, તેમનો વિરોધ થયો. ત્યારે તેમના સમર્થકોએ વિરોધ કરનારા 2 લોકોને માર માર્યો. ત્યારબાદ ટિકૈત જેઓ વાત કરતા હતા. કે ખેડૂતો તેમના સમર્થનમાં છે અને તે ખેડૂતોનો અવાજ બનશે તે ટિકૈત મહેસાણાના ઊંઝા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે ઉમિયાધામ મંદિરે પહોંચ્યા હતા. ત્યાં પણ આંગણીના ટેરવે ગણી શકાય તેટલા લોકો જોવા મળ્યા હતા.

જ્યારે, પ્રથમદિવસના અંતે ટિકૈતે ઊંઝા ખાતે કાર્યક્રમમાં ભાગ લીધો હતો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા માત્ર 40થી 50 લોકો જે જોતા લાગી રહ્યું છે કે ટિકૈત જે વાત કરતાં હતા ખેડૂતોને ભેગા કરવાની તેમાં તે નિષ્ફળ રહ્યા. જ્યારે, ખેડૂતોના નામે દિલ્લીમાં જે રીતે તોફાન મચાવ્યું તે જોઈને ગુજરાતના ખેડૂતોએ તેમનો સાથ નથી આપવા માગતાં.

(5:42 pm IST)