Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજપીપળા પ્રણવ સ્કૂલમાં કોરોના રસીકરણમાં શાળા પરિવારના 77 વ્યક્તિઓ એ રસીનો લાભ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ની પ્રણવ સ્કૂલમાં રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના સંપૂર્ણ સ્ટાફને રસી મૂકવામાં આવી સાથે સ્યાફ દ્વારા અન્ય લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, આ રસીકરણ માં શાળાના કર્મચારીઓ સાથે તેમના કુટુંબીજનો અને સગા-સંબંધીઓને મળી કુલ 77 જેટલા લોકોએ  રસી કરણ નો લાભ લીધો હોવાનું શાળા સંચાલકો તરફથી જાણવા મળ્યું છે.

(10:58 pm IST)