Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ધારીખેડા સુગરનો ભાવ રૂ.૨૬૪૦/ પ્રતી ટન પડતા શેરડી પકવતા નર્મદા ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં ખુશી

ગુજરાતમાં અન્ય સુગર ફેકટરીના ભાવ વધારામાં નર્મદા ધારીખેડા સુગરનો ભાવ ત્રીજા નંબરે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખેડા નો પિલાણ સિઝન ૨૦૨૦ -૨૦૨૧ નો  પ્રતિટનનો ભાવ ( એક ટનનો ભાવ ૨૬૪૦/) ૨૬૪૦/ રૂપિયા પડતાં નર્મદા- ભરૂચ જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો ખુશ થયા છે.
નમૅદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા ના ચેરમેન અને નર્મદા જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે. ચાલું સાલે દિવાળી થી હોળી સુધીમાં ૭,૫૨,૦૦૦/ મેટ્રિક ટન શેરડી નું પિલાણ કરવામાં આવ્યું હતું. તેનાં પરિણામે ખેડૂતોને
શેરડીના ભાવ એક ટનનો ભાવ ૨૬૪૦/ રૂપિયા આપવામાં આવ્યો છે. જે સારા ભાવ છે. ગુજરાતમાં અન્ય સુગર ફેકટરીમાં ભાવ વધારામાં ધારીખેડા સુગરનો ભાવ ત્રીજા નંબરે આવે છે. એ સારી બાબત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જયારથી ધારીખેડા સુગરનાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ચેરમેન બન્યા પછી તેમનાં કુશળ વહીવટના કારણે ઉતરોત્તર પ્રગતિ કરી છે. અને ધારીખેડા સુગરને ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે. જેનાથી ખેડુતો ખુશ છે.
ગુજરાતની અન્ય સુગરોનો પ્રતિ ટન શેરડીનો ભાવ
આ મુજબ છે. ગણદેવી - ૨૯૨૧, બારડોલી- ૨૮૭૩,
નર્મદા - ૨૬૪૦, સાયણ - ૨૬૩૬, ચલથાણ- ૨૬૨૬,
મહુવા - ૨૬૧૧,મઢી - ૨૬૦૧, પંડવાઈ - ૨૩૭૫, કામરેજ - ૨૩૦૭, ગણેશ - ૨૧૦૫ નો સમાવેશ થાય છે.

(11:02 pm IST)