Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

મહામારીને નાથવા આંતરમનની 'ઉર્જા 'નો ઉજાસ : ફૂટપાથ પરની દિવ્યાંગ મહિલાએ દીપ પ્રગટાવ્યો

કાંખઘોડીના સહારે કોરોના રુપી અંધકારને દિપ જ્યોતીથી દૂર કરવા પ્રયાસ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ કોરોના રુપી અંધકારને દૂર કરવા માટે આજે ભારતની તમામ જનતાને રાત્રે 9 વાગ્યે અને 9 મીનિટ સુધી દિવા પ્રગટાવવા માટે આહ્વાન કર્યું હતું.જેનો દેશવાસીઓએ ભારે પ્રતિસાદ આપીને તમામ શહેરો-નગરોમાં દિપક પ્રગટાવ્યો હતો ત્યારે એક ફૂટપાથ પર રહેતા દિવ્યાંગ મહિલાએ પણ દીપ પ્રગટાવીને ઉર્જાનો અનેરો ઉજાસ થાકી કોરોના વાયરસને નાથવા દીપ પ્રગટાવ્યો હતો 

(11:05 pm IST)
  • અર્થ વ્યવસ્થાને પાટે ચડાવવા કેન્દ્ર સરકાર મોટું રાહત પેકેજ જાહેર કરે તેવી શકયતા :લોકડાઉન બાદ ઊભી થનારી પરિસ્થિતિનો સામનો કરવા કેન્દ્ર સરકાર કામ શરૂ કર્યું :લોકડાઉનની અસર ઓછી કરવા અને અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે વધુ એક બૂસ્ટર ડોઝ આપવા વિચારણા access_time 12:58 am IST

  • પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના કેસ નથી : ભાવસિંહજી હોસ્પિટલમાં એકપણ કેસ નહીં નોંધાતા રાહત : ત્રણ દર્દી આઇસોલેશનમાં છે : એક જ પરિવારના દુબઈથી આવેલ ત્રણ લોકોને આઇસોલેશનમાં રાખ્યા છે : સ્થાનિકોમાં કોઈ કેસ નથી access_time 6:29 pm IST

  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિ ઓ માટે તા. ૬ એપ્રિલના રોજ સોમવારે સવારે ૧૧.૦૦થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી આરોગ્ય તપાસ અંગેનું આયોજન કરવામાં આવેલ છે. વર્તમાન સમય સંજોગોને નજર સમક્ષ રાખી આ આયોજનમાં સોશિયલ ડિસ્ટનસિંગ નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવનાર છે અને તેમાં સૌ નો સહયોગ આપેક્ષિત પણ છે. સૌ મીડિયા પ્રતિનિધિઓને આ આરોગ્ય તપાસ આયોજનમાં પોતાના સ્વાસ્થયની ચકાસણી કરવાનો લાભ લેવા નિમંત્રણ છે. access_time 5:14 pm IST