Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

કોરોના પોઝિટિવના નવા ૮ દર્દીઓના નામો જાહેર થયા

પોઝિટિવના સંપર્કમાં આવ્યા બાદ જાણ કરવા સૂચન : કોરાનાને લગતી કોઇપણ માહિતીને લઇ તાત્કાલિક ૧૦૪ અને ૧૫૫૦૩ નંબર પર જાણ કરવા માટેની તાકિદ કરાઈ

અમદાવાદ,તા. ૫ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે નોંધાયેલા કોરોના પોઝિટિવના ૮ દર્દીઓના નામ જાહેર કર્યા છે. આ ત્રીજીવાર છે જ્યારે અમ્યુએ પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કર્યા છે. આ પહેલા પણ બેવાર નામનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી. જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો જાતે જ હોમ ક્વોરન્ટીન થઈ શકે અને સરકારને જણાવી શકે. આ લિસ્ટ જાહેર કરવા પાછળનો હેતુ એ છે કે, જો તમે આમાંથી કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, તેની આસપાસ રહેતા હોય અથવા તમને કોઇ તકલીફ હોય તો તાત્કાલિક ૧૦૪ અને ૧૫૫૦૩ નંબર પર જાણ કરવી.

           આ ઉપરાંત ૬૩૫૭૦૯૪૨૪૫ વોટ્સઅપ નંબર પર જાણ કરવા પણ અનુરોધ અમ્યુકો દ્વારા કરાયો છે. સાથે સાથે તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલી આ યાદી જાહેર જનતાના હિત માટે અહીં આપવામાં આવી છે. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલી વ્યક્તિ સરકારને તરત જાણ કરે એ કોર્પોરેશનનો મૂળ આશય છે. જેનાથી અમદાવાદની પ્રજાનું હિત જોખમાય નહીં અને કોરોના વાઇરસના સંક્રમણનો ભોગ કોઇ નિર્દોષ નાગરિક ના બને. દરમ્યાન અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના વાઇરસના વધુ એક દર્દી સાજા થઈ જતા આજે તેમને રજા આપવામાં આવી છે. ૭૦ વર્ષના વૃદ્ધ તા.૨૬ માર્ચે એસવીપી હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેઓ ૧૦ દિવસમાં સાજા થતા ૨૪ કલાકમાં બે ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવી છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ ૮ પોઝિટિવ કેસ સામે આવતા આંકડો ૫૩એ પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે.

જાહેર આઠ પોઝિટિવ દર્દી

પોઝિટિવ દર્દીના નામ સરનામા જાહેર કરાયા

નવી દિલ્હી, તા.૨૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે નોંધાયેલા કોરોના પોઝિટિવના ૮ દર્દીઓના નામ જાહેર કર્યા છે. આ ત્રીજીવાર છે જ્યારે અમ્યુએ પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કર્યા છે. આ પહેલા પણ બેવાર નામનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી. જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો જાતે જ હોમ ક્વોરન્ટીન થઈ શકે અને સરકારને જણાવી શકે. આ લિસ્ટ જાહેર કરવા પાછળનો હેતુ એ છે કે, જો તમે આમાંથી કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, તેની આસપાસ રહેતા હોય અથવા તમને કોઇ તકલીફ હોય તો તાત્કાલિક ૧૦૪ અને ૧૫૫૦૩ નંબર પર જાણ કરવી. આઠ પોઝિટિવ દર્દીના નામ સરનામા જાહેર કરવામાં આવ્યા છે.

ક્રમ.

નામ

ઝોન

સરનામુ

૧.

જાવેદ બશીરએહમદ અન્સારી(ઉ.૪૧)

મ.ઝોન

કુત્બી મહોલ્લા, કાલુપુર

૨.

હજલા રફી (ઉ.૧૮)

મ.ઝોન

મલેકમરફઝ ટોપીવાળી પોળ,દરિયાપુર

૩.

ફૈઝ રહેમાન શેખ (ઉ.૫૯)

મ.ઝોન

રહે. ઉપરમુજબ

૪.

મોહ.આસીફમોહસીનમીયાં આરવ(ઉ.૪૧)

 

દરિયાપુર, બલુચાવાડ

૫.

મોહમ્મદ અદનાન (ઉ.૧૭)

મ.ઝોન

મલેકમરફઝ ટોપીવાળી પોળ,દરિયાપુર

૬.

મોહમ્મદ સાહીલ (ઉ.૧૬)

મ.ઝોન

રહે. ઉપરમુજબ

૭.

વિજયરાજ લોઢા (ઉ.૫૫)

દ.ઝોન

પુષ્પકુંજ સોસાયટી,મણિનગર

૮.

આઇશા મહેમૂદ અજમેરવાલા (ઉ.૭૫)

મ.ઝોન

અંજુમન હાઇસ્કૂલ પાસે, ગોળલીમડા, જમાલપુર

(10:10 pm IST)