Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

વડોદરામાં આધેડને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડ્યું : નાગરવાડાના 750 રહીશોને ક્લસ્ટર ક્વોરેન્ટાઇનમાં મુકાયા

સમગ્ર વિસ્તારને રેડ ઝોં જાહેર કરાયો : દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી પણ ફૂડ પેકેટ વિતરણ સેવા આપી હતી : તમામ રહેવાસીઓનું સ્ક્રીનિંગ કરાશે

વડોદરા :શહેરમાં આજે ૫૫ વર્ષીય પુરુષ નો કોરોના ટેસ્ટ પોઝેટીવ આવતા તંત્ર દોડતું થયું છે. તંત્ર માટે ચિંતાનું કારણ એ છે કે આ દર્દી ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.એટલું જ નહિ આ દર્દી દ્વારા લોક ડાઉનમાં ગરીબો અને ફૂડ પેકેટ વિતરણ માટે સેવા આપવામાં આવી હતી જેનાથી અન્ય અનેક લોકો ઇન્ફેકટેડ થયા હોવાની દહેશત ફેલાઈ છે.

ગીચ વસ્તી ધરાવતા નાગરવાડા ના ૭૫૦ જેટલા રહીશો ને કલસ્ટર ક્વોરેન્ટાઇન માં મૂકી એરિયા ને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો હોવાનું ડો.વિનોદ રાવ એ જણાવ્યું હતું. જયારે આજે મોડી રાત થી તમામ રહેવાસીઓ નું સ્ક્રીનીંગ શરુ કરવામાં આવશે. કલસ્ટર ક્વોરેન્ટાઇન નો ભંગ કરનાર રહેવાસી ઉપર પાસા સુધીના ગંભીર પલગા લેવાની ચીમકી ડો,વિનોદ રાવ દ્વારા આપવામાં આવી છે. જયારે હવે પછી ના પોઝેટીવ દર્દીઓ ને ગોત્રી મેડીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે તેમ ડો. વિનોદ રાવ એ જણાવ્યું હતું. વડોદરા માટે કલસ્ટર ક્વોરેન્ટાઇન નો પહેલો કિસ્સો સામે આવતા હવે શહેરીજનો એ લોકડાઉન ને ગંભીરતાથી લઈને તેનું કડક પાલન કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે

(7:36 pm IST)