Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

અમદાવાદમાં વધુ એક કોરોના દર્દી સ્વસ્થ : 70 વર્ષના વૃદ્ધને હોસ્પિટલમાંથી મળી રજા

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસમાં થતા વધારા વચ્ચે રાહતના સમાચાર

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થાય છે તે વાત ચિંતાજનક છે. પરંતુ આ ચિંતા વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે આજે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાંથી વધુ એક દર્દી રિકવરી બાદ ડિસ્ચાર્જ થયા છે. 70 વર્ષીય કોરોનાગ્રસ્ત વૃદ્ધ એસવીપી હોસ્પિટલમાં છેલ્લા 11 દિવસથી સારવાર હેઠળ હતા પરંતુ હવે તેઓ સંપૂર્ણ રીતે કોરોનામુક્ત થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
 

(7:04 pm IST)